કાંકરેજ તાલુકાના કંબોઇ ગામમાં અદાણીપાટી વિસ્તારમાં આવેલી માલસિંહ સતુભા સોલંકીની દુકાન ગઈ રાત્રે ચોરો દ્વારા તોડવામાં આવી હતી.
દુકાનદારે માહિતી આપતાં જણાવ્યું હતું કે ચોરો દુકાન તોડી અંદર ઘૂસ્યા અને આશરે ₹10000ની રોકડ ચોરી કરી ગયા હતા.
દુકાનદારે સવારે 11 વાગ્યે આ બનાવની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
હાલના સમય સુધી ઘટના સ્થળે કોઈ પણ પોલીસ અધિકારી તપાસ માટે આવેલ નથી.
દુકાનદારે એવી પણ માહિતી આપી કે પોલીસ દ્વારા તેમને માત્ર આ સુચના આપવામાં આવી કે, “તમે પતરા ઢાંકી દો અને ફોટા પાડી લો, અમે તપાસ કરી જઈશું.”
દુકાનદારે તાત્કાલિક સ્થળ પર તપાસ થાય, ચોરોની ઓળખ કરવામાં આવે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી છે.
સ્થાનિક લોકોએ પણ પોલીસના બેદરકારીભર્યા વલણ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરી છે
ઘટના સ્થળના દૃશ્યો
(ફોટોમાં દુકાનની અંદરની સ્થિતિ, તોડી ગયેલા શટર અને દુકાનદારનું નિવેદન સ્પષ્ટ દર્શાવવામાં આવે છે)
રિપોર્ટર ચેહરસિંહ દેવ કંબોઇ કાંકરેજ
