રાધનપુર તાલુકાના અરજણસર ગામમાં તસ્કરોએ એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી કર્યા છે. વાસુદેવભાઈ બજરંગદાસ સાધુના મકાનમાં તસ્કરોએ ધાબા પરથી સીડી મારફતે પ્રવેશ કર્યો હતો.
25 જૂન સાંજના 7 વાગ્યાથી 26 જૂન બપોરના 12 વાગ્યા દરમિયાન આ ચોરી થઈ હતી. તસ્કરોએ મકાનના અંદરના ખંડમાં રાખેલી લાકડાની તિજોરી તોડી હતી. તેમાંથી સોનાની 5 વીંટી (10 ગ્રામ, કિંમત રૂ. 42,000), 3 સોનાના ઓમ (5 ગ્રામ, કિંમત રૂ. 21,000) અને 25 ચાંદીના સિક્કા (કિંમત રૂ. 11,750) ચોરી કર્યા હતા. કુલ રૂ. 74,750ની મત્તાની ચોરી કરીને તસ્કરો એ જ સીડી મારફતે ફરાર થઈ ગયા હતા.
હાલ સાતેજ (તા. કલોલ, જિ. ગાંધીનગર)માં રહેતા 62 વર્ષીય વાસુદેવભાઈએ રાધનપુર પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
