પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામે અને ફઁગાય માતાજી ના મંદિર ની પાછળ આજે રાત્રે ગેરકાયદેસર રીતે માટી ખનનની પ્રવૃતિ ચરમસીમાએ પહોંચી હતી.
ગ્રામજનોની જાણ મુજબ રાત્રિના સમયગાળા દરમિયાન હિટાઈજી મસીન અને ડમ્પર દ્વારા બિનકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું.
સ્થળ પર માટી ઊંડી ઊંડાઈએ ખોદવામાં આવી છે, જેની તસ્વીરો પણ સામે આવી છે.
ચોંકાવનારી વાત એ છે કે ડમ્પરચાલકોએ અચાનક ખાલી ડમ્પર છોડીને સ્થળ પરથી ફરાર થવાની ભડક ઉડાડી છે.
સ્થાનિક લોકોની માંગ છે કે ફાંગલીના સરપંચ અને જવાબદાર તંત્ર આ બાબતની યોગ્ય તપાસ કરે અને જાણી લે કે આખરે આ ખનન કોણે કરાવ્યું અને ખોદવામાં આવેલી માટી કયા સ્થળે લઈ જવામાં આવી?
વરસાદી માહોલ વચ્ચે આવું ગેરકાયદેસર ખનન માહોલને પણ નુકસાન પહોંચાડી શકે છે અને વિસ્ફોટક રીતે જમીન ધસવાના જોખમો પણ વધી શકે છે.
ગ્રામજનો દ્વારા તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવવામાં આવી છે
અને જીલ્લા વહીવટી તંત્ર આ ફાંગલી ગામમાં જે આજે રાત્રે જે ખનન થયુંછે તેના પર કાયદેસર કાર્યવાહી કરે તેવી અપેક્ષા છે.
પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા પણ જે માટી નું ખનન થયું છે એની તપાસ કરવામાં આવે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
