સિધ્ધપુર તાલુકાના ગણેશપુરા ગામના તલાટી ફરજના સ્થળે ગેરહાજર રહેતા હોવાથી ગ્રામજનોને પડતી હાલાકી બાબતે તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપવામાં આવ્યુ.
ગામના વિદ્યાર્થીઓને બસ ન પાસ માટે આવકના દાખલા મેળવવા હોય તો ફરજિયાત ચાલુ વર્ષ સુધીનો વેરો ભરે તોજ દાખલા આપવાની મનમાની સામે જાગૃત નાગરિકોનો સખત વિરોધ.
સ્વરછ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ડસ્ટબિન વિતરણમાં પણ પોલંપોલ. વેરા ભર્યા હોય તેવા રહીશોને પણ કચરાપેટીનું વિતરણ નહીં કરતા તલાટીની કામગીરી બાબતે ગામ માં વિરોધના સૂર ઉઠ્યા છે.
રિપોર્ટર મગસિ ઠાકોર સિધ્ધપુર
