July 11, 2025 10:13 am

Santalpur : ચોરાડ પંથકની શાળાઓમાં શિક્ષકોની અછતથી ભણતર અટવાયું: આહિર એકતા મંચે શિક્ષણ વિભાગને રજુઆત કરી

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના અંતરિયાળ ચોરાડ પંથકમાં આવેલી શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં અનિયમિતતા અને વિલંબ થઈ રહ્યો છે.

જેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણમાંથી વંચિત થવાની નબળી સ્થિતિ સર્જાઈ છે.

આ મુદ્દે પાટણ જિલ્લા આહિર એકતા મંચ દ્વારા તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી અને જ્ઞાન સહાયકોના કરાર રિન્યૂ કરવા માટે શિક્ષણ વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

આહિર એકતા મંચના પાટણ જિલ્લાના પ્રમુખ કાનાભાઈ જીવણભાઈ આહિરે રજૂઆતમાં જણાવ્યું હતું કે,

“ચોરાડ પંથકમાં ઘણી શાળાઓમાં માત્ર એક અથવા બે શિક્ષકોનો આધાર છે,

જ્યારે ધોરણ 1 થી 7 સુધીની તમામ શાળા ચાલે છે. જેને કારણે શિક્ષણનું ગુણવત્તાપૂર્વક સંચાલન શક્ય બનતું નથી.”

તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, હાલ ગમે તેટલી પ્રવેશોત્સવની ઉજવણી થઈ રહી છે, પરંતુ જ્યારે શાળામાં પુરતા શિક્ષકો જ ન હોય,

ત્યારે તે માત્ર ઔપચારિકતા બની રહે છે. વધારેમાં હાલના સમયમાં જ્ઞાન સહાયકોના કરાર પણ પુન: રિન્યૂ કરવામાં આવ્યાં નથી,

જેના કારણે બાળકોને ભણવામાં મુશ્કેલી આવી રહી છે.

શાળાઓમાં તાળાબંધીની ચેતવણી

આહિર મંચે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે

જો ટૂંક સમયમાં ખાલી જગ્યાઓ ભરવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ઉણપ રાખવામાં આવશે, તો વાલીઓ પોતાના બાળકોને ઘરે લઈ જઈને શાળાઓમાં તાળાબંધી કરવામાં આવશે

ચોરાડ પંથકને સેવાંથી વંચિત વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે જ્યાં શિક્ષણની પાંખો પહેલા થીજ નબળી છે.

આવી પરિસ્થિતિમાં જો તંત્ર હવે પણ ઉઘાડું બેઠું રહે તો આગામી પેઢી શિક્ષણથી વંચિત રહી જશે અને આ સમગ્ર પંથક પાછળ ધકેલાઈ જશે.

જાહેર માંગણીઓ

ખાલી પડેલી શિક્ષક જગ્યાઓ પર તાત્કાલિક ભરતી કરવી.

તમામ શાળાઓમાં ફરજિયાત ધોરણે પૂરતી શિક્ષક સંખ્યા સુનિશ્ચિત કરવી.

જ્ઞાન સહાયકોના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની કામગીરી જલ્દી પૂર્ણ કરવી.

ગ્રામ્ય વિસ્તારોના શિક્ષણ મુદ્દે તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્રારા જગ્યાએ ચકાસણી કરવી.

આ રજુઆત સાથે અનેક વાલીઓ અને ગ્રામજનો પણ જોડાયા હતા અને સર્વેની માંગ છે કે તંત્ર હવે આ મુદ્દે ગંભીર બની યોગ્ય પગલાં ભરે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ