રાધનપુર શહેરમાં ફરીથી શરૂ થયેલા ગેરકાયદેસર કતલખાનાંઓ સામે પગલાં લેવા માટે
“અખિલ ભારત હિન્દુ મહાસભા” સહિતના સમગ્ર હિંદુ સમાજના વિવિધ સંગઠનો દ્વારા ત્રીજી વખત તાત્કાલિક કાર્યવાહીની માંગ સાથે પ્રાંત અને નગરપાલિકા ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં કતલખાનાંઓ દ્વારા જાહેરમાં કાપકામ, ભયંકર ગંદકી, દુર્ગંધ અને નિયમ વિરુદ્ધ મટનની હોટલ ચલાવાતી હોવાની ફરિયાદો મળી રહી છે.
કેટલાક રેસ્ટોરન્ટો ફક્ત લાઈસન્સનાં બહાને જાહેરમાં મટન બનાવે છે અને રસ્તાઓ પર હોટલોના રૂપમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે,
જેના કારણે આસપાસના રહેવાસીઓને અસહ્ય અસ્વચ્છતા અને દુર્ગંધનો સામનો કરવો પડે છે.
હિન્દુ સંગઠનોનો આક્ષેપ છે કે તંત્રે અગાઉની અનેક લેખિત રજૂઆતો છતાં કોઈપણ પ્રકારની અસરકારક કાર્યવાહી કરી નથી અને વહીવટી તંત્રના આ મૌનને લઇને સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષ છે.
આંદોલનકારીઓએ મંગળવારથી ભૂખહડતાળ અને રામધૂન સાથે ધરણાં શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
તેમણે રજૂઆતમાં જણાવેલ કે જો તાત્કાલિક અસરકારક પગલાં નહીં લેવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર રૂપ ધારણ કરશે.
તંત્ર સામે ઉઠેલી આ માંગો અને વિરોધના સ્વરૂપે હવે વહીવટી તંત્રએ કઈ રીતે પ્રતિસાદ આપે છે તે જોવાનું રહ્યું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
