રાધનપુર, તા. ૫ જુલાઈ:
પાટણ જિલ્લાના આહીર સમાજે ન્યાયની માંગ સાથે તટસ્થ તપાસની કરાઈ માગ
ગીરસોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની તેમજ સમગ્ર ગુજરાતના આહીર સમાજના અગ્રણી અને આગેવાન હીરાભાઈ જોટવા વિરુદ્ધ પોલીસે કરેલી કાર્યવાહી સામે પાટણ જિલ્લાના આહીર સમાજના આગેવાનો દ્વારા રાધનપુર મામલતદાર કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી તટસ્થ અને ન્યાયસંગત તપાસની માંગણી કરવામાં આવી છે.
આહિર સમાજના આગેવાન ભચાભાઈ આહીર અને હરદાસભાઈ આહીરે જણાવ્યુ હતુ કે,
“હીરાભાઈ જોટવા એ સમગ્ર ગુજરાતમાં ન્યાયપ્રિયતા અને સમાજસેવાના કારણે મોભી વ્યકિત તરીકે ઓળખાય છે.
તેમ છતાં તેમ ની વિરુદ્ધ કોઈ પુરાવા વિના જે રીતે કાર્યવાહી કરવામાં આવી છે,
તે માત્ર અન્યાય જ નહીં પણ સમગ્ર સમાજના આત્મસન્માન પર વાર છે.”
આવેદનમાં કહેવામાં આવ્યું છે કે,
“આ કાર્યવાહી પાછળ કોઈ ગૂંઢ તત્ત્વોનો દુસાહસ જોવા મળે છે, જેમાં હીરાભાઈ જેવા પ્રતિષ્ઠિત નેતૃત્વને ટારગેટ કરી ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આવા કાવતરુને રોકવા અને હીરાભાઈ તથા તેમના પરિવારજનોને કોઈ પ્રકારની હેરાનગતી ન થાય, તે જરૂરી છે.”
આહિર સમાજે નાયબ કલેક્ટરને રજૂઆત કરીને માંગ કરી છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થાય, દોષિત સામે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવામાં આવે
અને નિર્દોષ લોકોને અયોગ્ય રીતે હેરાન કરવામાં ન આવે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને એક જ માગણી ઉઠાવી— ન્યાય મળે, અન્યાય નહીં ચાલે!
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
