વાંકાનેર શહેર નજીક ભવાની હોટલ પાસે આજે દુ:ખદ બનાવ સર્જાયો હતો,
સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ
જ્યારે બેદરકાર વાહનચાલકે રસ્તા ની સાઇટ માં નરમાઈથી બેસી રહેલી ગાયને હડફેટે લીધી હતી.
આ ગંભીર અકસ્માતમાં ગાયના બંને પાછળના પગ કપાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સમગ્ર ઘટનાસ્થળે લોહી વહેવા લાગ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, અકસ્માત કરનાર વાહનનો નંબર GJ 10 TV 8484 હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકોએ ઘટનાસ્થળે દોડી જઈ તરત જ દુખી ગાયને સહાય આપી અને વાંકાનેર ગૌશાળામાં સારવાર માટે ખસેડી હતી.
ઘટનાની ભારે નિંદા થઈ રહી છે. સ્થાનિક લોકો અને પશુપાલકોની માંગ છે કે
આવા બેદરકાર વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી આવનાર સમયમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય.
આ બનાવ ફરી એકવાર શહેરમાં અવરાજીવ સુરક્ષા અંગે સવાલ ઊભા કરે છે
અને પ્રશાસન તેમજ વાહનચાલકો માટે ગંભીર સંદેશ આપે છે કે રસ્તાઓ પર જીવદયાને પણ મહત્વ આપવામાં આવે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
