“મશાલી રોડ પર 15થી વધુ સોસાયટીઓના રહીશો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર — નિકાલ કયારે થશે? લોકોમાં રોષ”
રાધનપુર શહેરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છેં.
રાધનપુરમાં મસાલી રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છેં.
શહેરમાં લોકોને પડતી ભારે હાલાકી ને લઇને પાલિકા જાણે કેમ અજાણ બને છેં નગર પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પાણીમાં જ ગરકાવ જોવા મળી રહી છેં.
રાધનપુર મા પ્રિ મોન્સૂન ની કામગીરી ની પોલ ખોલી દેતા દ્રશ્યો રાધનપુર મા જોવા મળ્યા છેં.
મશાલી રોડ પર આવેલ 15 થી વધુ સોસાયટીના રહીશો વરસાદી પાણીમાં ચાલવા મજબૂર બન્યા છેં
.તૉ બીજી તરફ આ મશાલી રોડ પર એક સરકારી શાળા અને બે પ્રાઇવેટ શાળાઓં પણ આવેલ છેં
ત્યારે વિદ્યાર્થીઓને આ ગંદકી અને વરસાદ ના પાણી વચ્ચે પસાર થવું પડતું હોય ભારે હાલાકી ભોગવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છેં.
મસાલી રોડ પર છેલ્લા 15 વર્ષથી રોડ પર પાણી ભરાય છેં:-
રાધનપુરના સ્થાનિક રહીશ ગણપતભાઈ જોશી ના જણાવ્યા મુજબ રાધનપુર શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાય છેં તૉ બીજી તરફ ઠેર ઠેર રોડ રસ્તા પર મસમોટા ખાડા પડ્યા હોય વાહન ચાલકો વેપારીઓ પણ પરેશાન બન્યા છેં.
મસાલી રોડ પર છેલ્લા 15 વર્ષથી રોડ પર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છેં.
નેશનલ હાઇવે ઓથરોટી દ્વારા બનાવેલ ગટરમાં પાણીની નિકાલ થતો નહિ તેમજ નગર પાલિકા દ્વારા ગટર ની સાફ – સફાઈ કરવામાં નથી આવી જેથી પાણી ભરાવવાની સમસ્યા યથાવત છેં.
બજારના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર વરસાદી પાણી મસમોટા ખાડા ને લઈને વાહન ચાલકોમાં અકસ્માત ની ભીતિ:-
રાધનપુરના બસ ડેપો થી લઇને જલારામ સોસાયટી અને શેઠ કેબી વિદ્યાલય બજારના મુખ્ય માર્ગ પર ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છેં
તેમજ આ રસ્તા પર ઠેર ઠેર મસમોટા ગાબડાં પડી જતા વાહન ચાલકો પણ જીવના જોખમે વાહન હંકારી રહ્યા છેં.
પાલિકા દ્વારા કોઈ વરસાદી પાણી નો નિકાલ નથી કે શહેરમાં કોઈ જગ્યાએ રોડ રસ્તા ની મરામત કરવામાં આવતી ન હોય વાહન ચાલકો રાહેદારીઓ અને વેપારીઓ પરેશાન બન્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
