રાધનપુર, તા.૦૬ જુલાઈ ૨૦૨૫ –
રાધનપુર શહેરના સેવાસદન નજીક રાધનપુર- મહેસાણા મુખ્ય માર્ગ પર આજે એક ભયકર માર્ગ અકસ્માતની ઘટના બની હતી,
જેમાં ટેમ્પો અને રિક્ષા વચ્ચે અકસ્માત અથડામણ થતાં એક જ પરિવારના ત્રણ લોકોનાં ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયાં હતાં.
પ્રાપ્ત માહિતી અનુસાર, રિક્ષામાં મુસાફરી કરતાં ત્રણેય વ્યક્તિઓ સમી તાલુકાના વરાણા ગામના રહેવાસી હતા.
મોતને ભેટનારમાં બે પુરુષો અને એક સ્ત્રીનો સમાવેશ થાય છે.
અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પુરતી તોડી ગઈ હતી અને
ઘટનાની જાણ થતાં તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી તમામને રાધનપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,
જ્યાં તબીબોએ ત્રણેયને મૃત જાહેર કર્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં છે.
આ દુખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
