રાધનપુર શહેરના દોસ્તી કોમ્પ્લેક્સ નજીક છેલ્લા ઘણા સમયથી ખુલ્લી ગટરના કારણે નાગરિકોની પરેશાની વધી રહી હતી.
વોર્ડ -૧ના કોર્પોરેટર જયાબેન ઠાકોર ની રજુઆત રંગ લાવી
તાજેતરમાં ૩ જુલાઈના રોજ એક નિર્દોષ બાળક ગટરમા પડી જવાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આ ઘટનાની અહેવાલ “The Gujarat Live News ” દ્વારા પ્રભાવી રીતે રજૂ થતાં તંત્ર હરકતમાં આવ્યું છે.
પત્રકારીતાના દબાણ અને સ્થાનિક નાગરિકોની રજૂઆતને પગલે રાધનપુર નગરપાલિકા દ્વારા તાત્કાલિક પગલા રૂપે ખુલ્લી ગટરો પર ઢાંકણ મૂકવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી છે.
નોંધનીય છે કે, આ ઘટનાની પૃષ્ઠભૂમિમાં નગરપાલિકાને ૨૪ કલાકની અંદર કાર્યવાહી માટે સમયસીમા આપવામાં આવી હતી,
પરંતુ પાલિકા દ્વારા સમયમર્યાદા અગાઉજ કામગીરી શરૂ કરીને કામગીરી પ્રત્યેની જવાબદારી દર્શાવી છે.
પાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીથી સ્થાનિક નાગરિકોમાં સંતોષ જોવા મળ્યો છે.
અનેક લોકોએ પાલિકાની પહેલનું સ્વાગત કર્યું છે અને “The Gujarat Live New ”ના અહેવાલને વાજબી અને અસરકારક ગણાવ્યો છે.
સ્થાનિક રહેવાસીઓએ માગ ઉઠાવી છે કે, સમગ્ર નગર વિસ્તારમાં જ્યાં જ્યાં ખુલ્લી ગટરો છે,
ત્યાં તાત્કાલિક ઢાંકણ મૂકવાની કામગીરી ચલાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
