તારીખ ૧૯/૦૭/૨૦૨૫ ને શનિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં પૂર્વ મંત્રી અને લીંબડી ના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા તેમજ શ્રી યજુર્વેન્દ્રસિંહ ઝાલા ,શ્રી રૈયાભાઈ થોરિયાળી શ્રી જામસંગભાઈ બોટાદ જિલ્લા મહામંત્રી ,,શ્રી સુરેશભાઈ ગોધાણી પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ, શ્રી ભીખુભા વાઘેલા પૂર્વ જિલ્લા પ્રમુખ ભાજપ,શ્રી કિશોરભાઈ ધાધલ APMC ચેરમેન રાણપુર ,શ્રી મંજુબેન બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ તેમજ વિવિધ ક્ષેત્ર ના સૌ ભાજપ ના આગેવાનો સૌ ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા પધારેલ ત્યારબાદ પૂજ્ય શ્રી ભયલુબાપુ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી પૂજ્ય શ્રી ભયલુબાપુ દ્વારા રાણા સાહેબ નું શાલ ઓઢાડી ઠાકર ની પ્રતિમા ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ જગ્યાની અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળા ની મુલાકાત લઈ જગ્યા માં પ્રસાદ લઈ ખૂબ ધન્યતા અનુભવી….
અહેવાલ કનુભાઈ ખાચર
