Patan. News સાળામાં ખાદ્યસ્ટોલ દ્વારા નફો–ખોટ, વેચાણ, ખર્ચ જેવી વ્યવહારુ બાબતો શિખવાઈ – વાનગી સ્પર્ધાથી પોષણની સમજ અપાઈ
પાટણ જિલ્લાના સમી તાલુકાના દાઉદપુર ગામમાં સ્થિત પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે એક અનોખો શૈક્ષણિક આનંદ મેળો યોજાયો.
આ કાર્યક્રમમાં માત્ર મનોરંજન જ નહીં, પણ વ્યવસાયિક શિક્ષણ અને પોષણની સમજ સાથે વિદ્યાર્થીઓને ‘રિયલ લાઈફ’ અનુભવ પણ અપાયો.
શાળાના આચાર્ય નરસંગભાઈ તથા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલ્સ તૈયાર કરાયા – જેમ કે બટેકા પૌઆ, ભેળ, દહીંપુરી અને બટેકા ભૂંગળા.
વિદ્યાર્થીઓને દુકાનદાર બનાવીને નફો–ખોટ, વેચાણ–ખરીદી જેવી વ્યવસાયિક બાબતો શિખવવામાં આવી.
બાળકો ખુશી સાથે ‘બિઝનેસ એજ્યુકેશન’નો જીવંત અનુભવ મેળવ્યો.
આ સાથે વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું,
જેમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય વિશેની સમજ વધારવાનો પ્રયાસ થયો.
આ પ્રસંગે ગ્રામજનો અને વાલીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા અને શાળાના શિક્ષકોના પ્રયાસની પ્રશંસા કરી.
દાઉદપુર પ્રાથમિક શાળાએ “શિક્ષણ સાથે મજા અને મજામાં શિક્ષણ”નું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે
જેને શિક્ષણ જગતમાં સરાહવી તેટલી ઓછી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
