તલાટીઓ હેડક્વાર્ટરમાં ન રહેતાં રાધનપુરના ગ્રામજનોને મુશ્કેલી, ઓચિંતી તપાસથી ખુલી શકે છે ગેરહાજરીની પોલ
રાધનપુર તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તલાટી કમ મંત્રીઓની સતત ગેરહાજરીને કારણે ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ્યાં ગામોમાં તાત્કાલિક સહાય, પંખીયા, પાટિયા, તથા પાણીના પ્રવાહ જેવી સમસ્યાઓ સર્જાય છે ત્યારે સ્થાનિક તંત્રના પ્રથમ પદાધિકારીઓ – તલાટીઓ ગેરહાજર રહેતા લોકોને તાત્કાલિક નિકાલ મળતો નથી.
રાધનપુર તાલુકાના ઘણા ગામોમાં ફરિયાદો મળી રહી છે કે તલાટી મહાશયો મુખ્ય મથકથી દૂર રહીએ છે અને ઓફિસ કલાકોમાં પણ હાજર રહેતા નથી.
પરિણામે સામાન્ય કામગીરી જેવી કે 7/12 ઉતારા, ફાર્મના ઓનલાઇન દાખલા, આધાર અપડેટ, ખેતી સહાય માટેના આવેદનો અને જાહેર યોજના સંબંધિત માહિતી મેળવવી મુશ્કેલ બની ગઈ છે.
ગ્રામજનોમાં ઉઠી માંગ:
વધુમાં ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની પરિસ્થિતિ, રસ્તાઓની તાત્કાલિક સફાઈ અથવા રાહત કામે તલાટીનો અભાવ તંત્રની કામગીરીને પ્રભાવિત કરે છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે તલાટીઓને હેડક્વાર્ટર રહેવા ફરજિયાત કરવા માટે તંત્રે સ્પષ્ટ સૂચના આપવી જોઈએ.
શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો તાત્કાલિક રાહતની પરિસ્થિતિ ઊભી થાય તો ગ્રામજનોને કોઈનો સંપર્ક પણ ન મળી શકે – જેવું કે વાવાઝોડું, આકસ્મિક વરસાદ કે કુદરતી આફતના સમયે ફોર્મલ રેસ્ક્યુને થંબવું પડે.વિશ્લેષકો માને છે કે ગ્રામીણ તંત્રના પાયાના સ્તરે કામગીરીમાં જવાબદારી ન હોય તો સરકારની દરેક યોજના અને સંવેદનશીલ કામગીરી વઘારી શકે છે.
ઉચ્ચ અધિકારી સેજાપર ઓચિંતી મુલાકાત કરે તો તલાટીની ગુલ્લીબાજી પકડાઈ શકે –
રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તલાટી-કમ-મંત્રીઓથી માંડી અન્ય કર્મચારીઓ હેડક્વાર્ટરમાં નહી રહેતા અને શહેરોમાંથી અપડાઉન કરી ગુલ્લી મારી રહ્યા હોવાની મોટી બુમરાડ ઉઠવા પામી છે.
ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓ મનફાવે ત્યારે ગ્રામ્ય કક્ષાએ આવતા હોવાથી અરજદારોને તલાટીઓના કામ માટે ભારે હાલાકી સહન કરવી પડી રહી છે.
આમ તાલુકાના તલાટીઓ ગ્રામ્ય વિસ્તારોમાં ન રહેતા ગામની અને પંચાયતની સેવાઓ કથળી રહી છે.
તલાટી-કમ મંત્રીઓ અઠવાડિયામાં એકાદ બે વાર ગામડે આવી રહ્યા હોવાનું ગામલોકોને મુખેથી જાણવા મળી રહ્યું છે.
તલાટી કર્મીઓ સમયસર ગામમાં ન આવતા તલાટીના કામ માટે લોકોને ગ્રામ પંચાયતની ઓફિસે અનેકવાર ધરમ ધક્કા ખાવાની ફરજ પડી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
