Radhanpur. News રાધનપુરથી મહેસાણા તરફ જતાં બનાસ નદીના પુલ પર ગંભીર ઘટના બની હતી.
પુલ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છત્તા એક આઇસર ચાલકે નિયમ તોડ્યો હતો.
તંત્ર દ્વારા લગાવવામાં આવેલા લોખંડના બેરિકેટ તોડી આઇસરે પુલમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ આઇસર ચાલકને ઝડપી પાડ્યો હતો.
તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
આ ઘટનાએ માર્ગ સલામતી સંબંધિત તંત્રના પ્રયાસોને ઘાટમાં નાખતા, ભારે વાહન ચાલકોની બેદરકારી અને નિયમોની અવગણના સામે ફરી પ્રશ્ન ચિહ્ન ઉભું કર્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
