Radhanpur. News ઉંડા ખાડા અને બાવળના ઝાડોથી માર્ગ જોખમભર્યો – NHAI સામે સ્થાનિકો માં ભારે રોષ
રાધનપુર તાલુકામાં ગોચનાદ ગામ નજીક બનાસ નદી ઉપર આવેલો પુલ બંધ હોઈ બસો અને ટ્રક જેવા તમામ ભારે વાહનો હવે સીનાડ ગામના સર્વિસ રોડ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. પરિણામે, અતિભારે વાહન વહનથી સર્વિસ રોડની હાલત બગડી ગઈ છે.
સ્થળ પર તપાસ કરતા જાણવા મળ્યું કે, રસ્તા પર 1 ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો માટે માર્ગ ખૂબ જ જોખમી બન્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતની શક્યતા વધી રહી છે.
ઉપરથી, સર્વિસ રોડની સાઇડ પર ઊગેલા બાવળના ઘન ઝાડો ભારે વાહનોને હેન્ડલ કરવામાં વધુ અવરોધ ઊભો કરે છે, જેને કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નાગરિકોની માંગ છે કે રાધનપુર નેશનલ હાઈવે ઓથોરિટી (NHAI) તાત્કાલિક પગલાં લે –રસ્તાની તુરંત મરામત કરાવવી,બાવળના ઝાડો કાપીને માર્ગ વિસ્તારવો, ટ્રાફિકના રાષ્ટ્રિય વ્યવસ્થાપન હેઠળ સાતત્યાં ટ્રાફિક રીવ્યૂ કરવો
જો આમ નહીં કરવામાં આવે તો સિનાડ માર્ગ પર મોટી દુર્ઘટના થવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
