ત્રણ વર્ષ વીતી ગયા..પરંતુ હજુ સુધી પંચમુખી વલ્લભનગર જતો માર્ગ નથી બની શક્યો, જ્યારે આ રોડ માટે કોંગ્રેસ શાસિત બોડી સમયે વર્ક ઓર્ડર પણ ફાળવાઈ ચુક્યો હતો. બાદમાં વહીવટી શાસન આવ્યો, અને ચીફ ઓફિસર શ્રી કલ્પેશ ભટ્ટના સમયમાં ટેન્ડર પ્રોસેસ અટકી ગઈ
ટેન્ડર ‘કોના પાપે’ અટક્યું ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે એવી લોક માંગ
જાહેર ચર્ચાઓ મુજબ ટેન્ડર રોકાવા પાછળ રાજકીય કે વ્યક્તિગત સ્વાર્થો સંકળાયેલા હોવાનો દાવો છે. ખાસ કરીને ચીફ ઓફિસરશ્રીના સંપર્કવાળા કેટલાક “ખાસ” બિલ્ડરોના હિત માટે જાહેર વિકાસ કાર્યને વેગ મળ્યો છે રાતો રાત ₹3.88 કરોડનો ખર્ચ થી બાયપાસ રોડ ખડકી દેવામાં આવ્યો અને સોસાયટી ના કામો કાગળ પર વિકાસ, જમીન પર ધૂળ.?
બાયપાસ માર્ગ માટે રૂ. 3 કરોડ 88 લાખનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો હતો, એ પણ અત્યાર કામ હજી પૂરું નથી થયું અને રોડ ની હાલત ખરાબ જોવા મળી રહી છે. આ નાણાં ક્યાં ગયા.? શું રાતોરાત રસ્તા કરવા માટે શહેરી બિલ્ડરોના સંકેતો પર શાસન કામ કામ કરી રહ્યું હોય તેવું નજરે પડી રહ્યું છે મુખ્યમંત્રીશ્રી દ્વારા બિલ્ડરો માટે રાતોરાત રસ્તા બતાવ્યા, પરંતુ અહીં લોકોને કેમ રાહ જોવી પડે.? પંચમુખી વલ્લભનગરના લોકો ક્યાં ઘરમાં છે.? મત આપ્યા બાદ વંચિત કેમ.? જેવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે વિકાસ કરવા માં રસ નહોતો કે હિંમત નહોતી?
સત્ય એ છે કે આ રસ્તો કોંગ્રેસ શાસિત બોડી દરમિયાન મંજૂર થયો હતો. ત્યાર બાદ વહીવટી શાસન માં કામ આજે સુધી શરુ ન થવું, એ પણ એક રાજકીય ઉદાસીનતાનું પુષ્ટિકરણ કરે છે. મતલબ: “રોડ પાસ થયો પણ જનતા પાસ નથી થઈ શકી!”
રાધનપુરના જાગૃત નાગરિક જ્યોતિબેન જોશીનો ખુલાસો:
જ્યોતિબેન જોશી દ્વારા મળતી માહિતી મુજબ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસની જરૂર છે. તેઓએ માંગ કરી છે કે
“જે જવાબદાર છે એના પર તાત્કાલિક વહીવટી અને કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. વિકાસ માટે ફાળવાયેલી રકમ કોઈની લાલચ કે રાજકીય લાફિંગ માટે નહીં લોકોની સુવિધા માટે વપરાય એની ખાતરી કરવી જોઈએ.”
ટેન્ડર અટકાવનારની તપાસ થાય
રિયલ ટાઈમમાં રોડનું કામ શરૂ થાયભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સામે પગલા લેવાય રાધનપુર શહેર અને ગ્રામ્ય બંનેને સમાન વિકાસ મળે
“વિકાસ તમામ માટે છે રાધનપુર ના બિલ્ડરો માટે નહીં!”
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
