July 21, 2025 4:23 am

Radhanpur : રાધનપુરમાં ફરી દુર્ઘટના: રાજગઢી વિસ્તારમાં ખુલ્લી ગટરમાં બાળક પડ્યું, CCTV ફૂટેજ વાયરલ

વારંવાર દુર્ઘટનાઓ છતાં તંત્રનો બેદરકાર વલણ યથાવત

વ્યાપારીઓએ નગરસેવક જયાબેન ઠાકોરને આપી વીડિયો સાથે રજુઆત

નગરસેવિકાની તીખી ટીકાઃ ‘પાલિકાની કામગીરી માત્ર કાગળ પર’

ખુલ્લી ગટરોને લઈ લોકરોષ વધ્યો, આંદોલનની ચીમકી

રાધનપુર: શહેરના રાજગઢી વિસ્તારમાં ફરી એકવાર ખલેલજનક ઘટના સામે આવી છે

Oplus_131072

જ્યાં ખુલ્લી ગટરમાં બાળક પડી જતાં ચકચાર મચી ગઈ છે.

 

સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે અને તેનો વીડિયો વાયરલ થવા પામ્યો છે.

આ ઘટનાને પગલે આસપાસના વેપારીઓએ વોર્ડ નં. 1ની નગરસેવક શ્રીમતી જયાબેન ઠાકોરને સંપર્ક કરીને વીડિયોની સાથે રજુઆત કરી હતી કે

તાત્કાલિક ગટરના ઢાંકણ મુકાવા જોઈએ.

જયાબેન ઠાકોરે તરતજ પાલિકા કર્મચારીઓ અને સત્તાપક્ષના પ્રતિનિધિઓને ફોન કરી તીખા શબ્દોમાં જવાબદારી નિભાવવાની માંગ કરી.

તેમણે પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીને માત્ર ‘કાગળ પરની કામગીરી’ ગણાવી હતી.

તેઓએ જણાવ્યું કે,

“રાધનપુરમાં અનેકવાર બાળકો અને નાગરિકો ખુલ્લી ગટરોના કારણે ઈજાગ્રસ્ત થયા છે,

છતાં પાલિકા દ્વારા કોઈ પગલાં લેવામાં આવતું નથી. હવે સામાન્ય નાગરિકો સુરક્ષિત નથી.”

તાજેતરમાં એક વિદ્યાર્થી પણ આવી જ રીતે ગટરમાં પડ્યો હતો. પરંતુ ફરી આવું બન્યું,

એ તંત્રના બેદરકાર વલણને દર્શાવે છે.

જયા ઠાકોરે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ઠોસ પગલાં લેવામાં નહીં આવે તો તેઓ સ્થાનિકો સાથે મળી વિરોધ પ્રદર્શન કરશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें