
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોને ઐઠોર ગામવાસીઓએ કેન્ડલ માર્ચ, પ્રાર્થના, મૌન સહીત શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા નિર્દયતાપૂર્વકના આતંકી હુમલાના સમાચાર આખા માનવસમાજ માટે દુઃખદાયક છે. આવી શરમજનક ઘટનામાં મૃત્યુ પામેલા 28 નિર્દોષ પ્રવાસીઓના આત્માની શાંતિ અર્થે અને આતંકવાદના વિરુદ્ધમાં ઊંઝા તાલુકાના ઐઠોર ગામના સૌ દેશપ્રેમી નાગરિકોએ આજ 25-04-25 શુક્રવારના રોજ રાત્રે 8:30 કલાકે ઐઠોર ગ્રામ પંચાયત પાસે એકઠા થઇ શ્રી ગણપતિ મંદિર સુધી બેનર સાથે કેન્ડલ માર્ચ યોજી હતી. મંદિરમાં દાદાને પ્રાર્થના કરી સત્સંગ હોલમાં 2 મિનિટનું મૌન પાળી ભાવપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ આયોજનમાં મોટી સંખ્યામાં ઐઠોરવાસીઓ હાજર રહ્યા હતા. અહેવાલ : આશિષ