
Sidhpur : ધુમડ ગામની પ્રાથમિક શાળામાં ખરાબ બાંધકામ : વરસાદમાં તોડક પડતાં વિદ્યાર્થીઓના જીવને જોખમ
કન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે ગ્રામજનોમાં રોષ, ઉચ્ચસ્તરીય તપાસની માંગ સિદ્ધપુર તાલુકાના ધુમડ ગામની પ્રાથમિક શાળામાં તાજેતરમાં કરવામાં આવેલા વરંડા અને આર.સી.સી. ફ્લોર બ્લોકના બાંધકામમાં ગંભીર ખામીઓ બહાર આવી છે. તાજેતરના વરસાદમાં તોડક પડી ગયાં હોવાની ઘટના સામે આવતાં સ્થાનિકો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. શાળાના વિદ્યાર્થીઓ રમતાં, ચાલતાં કે અભ્યાસ કરતાં સમયે આવી તોડી પડેલી દીવાલો અને તિરાડ ધરાવતા ફ્લોરમાંથી અકસ્માત થાય તેવી ગંભીર શક્યતા ઉભી થઇ છે. આ કામ કોન્ટ્રાક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કામની ગુણવત્તાની ચકાસણી કરવાની જવાબદારી તાત્કાલિક માર્ગદર્શક ટીઆરપી સાહેબ