01
જૂનાગઢમાં અમદાવાદની ‘કલા ગોલ્ડ’ નામની પેઢીના કર્મચારીઓને છરી બતાવીને લૂંટ કરવામાં આવી છે. રોકડ, સોનું, ચાંદી સહિત રૂપિયા એક કરોડથી વધુની લૂંટ થઈ હોવાની આશંકા છે. ત્રણ અજાણ્યા શખ્સો દ્વારા એક કરોડથી વધુની લૂંટ કરવાની વિગતો સામે આવતા ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. જ્યાં હાલ તપાસની કામગીરી ચાલી રહી છે. આ સમગ્ર લૂંટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.