April 4, 2025 9:29 pm

આ તારીખથી શરૂ થશે સર્ટીફાઇડ બિયારણની નોંધણી, આ રીતે કરી શકાશે અરજી

જૂનાગઢ: કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવિપાક – 2024-25 ઋતુમાં વાવેતર માટે ચણાની GJG-3, GG-5 અને GJG-6, જીરુની GC-4 અને ઘઉંની Lok-1 અને GW-496 જાતોના સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in ઉપર તા.11-09-2024 થી તા.24-09-2024 સુધી કરવાની રહેશે.

ખેડૂતોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે, જે ખેડૂતે જે પાક અને જાત માટે અરજી કરી હશે તે જ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતોમાં જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે.

Registration of certified wheat and gram seeds will start from September 11 Apply like this

આ વેબસાઈટ પર જઈ કરો ઓનલાઈન અરજી

બિયારણનું વેચાણ મેગાસીડ, જૂનાગઢ ખાતેથી કરવામાં આવશે. ખેડૂતમિત્રોએ કરેલ ઓનલાઈન અરજી મુજબ ચણામાં વધુમાં વધુ 5 બેગ (125 કિ.ગ્રા.) તથા જીરુમાં 5 બેગ (10 કિ.ગ્રા.) અને ઘઉંમાં 10 બેગ (400 કિ.ગ્રા.) મુજબ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતોએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો.

મેસેજ ન મળે તો શું કરવું?

ખેડૂતોએ ઓનલાઈન અરજીમાં રજિસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટિવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂતના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દૂર કરવી. ઘણી વાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી. તો તેના માટે થઈને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લિસ્ટ મૂકવામાં આવે છે.

Uric Acid: શરીરમાં જામેલા યુરિક એસિડને પેશાબ વાટે બહાર કાઢશે આ સસ્તુ ફળ, મેટાબોલિઝમ પણ થશે બૂસ્ટ


Uric Acid: શરીરમાં જામેલા યુરિક એસિડને પેશાબ વાટે બહાર કાઢશે આ સસ્તુ ફળ, મેટાબોલિઝમ પણ થશે બૂસ્ટ

જેમાં આપનું નામ હોય અને મેસેજ મળેલ ન હોય તો તે લિસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. આમ, બિયારણ વિતરણ અને પાકના ભાવ સંબંધિત માહિતી તેમજ ખેડૂતમિત્રોની મંજૂર થયેલ યાદીનું લિસ્ટ જોવા માટે યુનિવર્સિટીની વેબસાઈટ www.jau.in દરરોજ જોતા રહેવી. વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન 0285-2672080-90 થી સંપર્ક કરવો.

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

Source link

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें