જૂનાગઢ: ભારત એક ખેતીપ્રધાન દેશ છે. જેમાં આજે પણ સંખ્યાબંધ લોકોનો એક મોટો તબક્કો ખેતીવાડી પર જ નભે છે. ખાસ કરીને ગ્રામીણ ભારત એ ખેત ઉત્પાદન અને પશુપાલનથી જ પોતાનું ગુજરાન ચલાવે છે. જેને ધ્યાને રાખી સરકાર દ્વારા ખેડૂતોને લાભ મળે તે માટે અનેક યોજનાઓ બહાર પાડી છે. જેનો મોટાભાગના ખેડૂતો લાભ લઈ રહ્યા છે. જો કે, આ યોજનામાં ઘણી એવી યોજનાઓ હોય છે. જેના વિશે ખેડૂતો અજાણ હોય છે. આવી જ એક યોજના “પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના” હેઠળ શરૂ કરાયેલી પેન્શન યોજના છે. આ યોજના થકી ખેડૂતો વૃદ્ધાવસ્થામાં પેન્શન મેળવી શકે છે.
“પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના” હેઠળ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં તકલીફ ન પડે તે માટે એક પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે. આ માટે ખેડૂતોએ અગાઉથી રોકાણ કરવું જરૂરી રહે છે. જો કે, ન્યૂનતમ રોકાણમાં માસિક પેન્શન કઈ રીતે મળી શકે તે અંગે આજે આપણે સંપૂર્ણ માહિતી જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણ પાસેથી જાણીશું.
શું છે આ યોજના?
“પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના” એ ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. તેમાં ખેતી બાદ વૃદ્ધાવસ્થામાં ખેડૂતો નિશ્ચિત પેન્શન મેળવી શકે તે માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં “કિસાન સન્માન નિધિ યોજના”માં લાભ લેનારા તમામ ખેડૂતોને લાભ મળશે. આ સાથે જે ખેડૂતો પાસે બે હેક્ટરથી ઓછી જમીન છે, તે ખેડૂતો પણ સ્વૈચ્છિક રીતે નામ નોંધણી કરાવી શકે છે.
પશુપાલનથી 8 ચોપડી ભણેલા યુવકને 7 લાખની કમાણી
આટલા રૂપિયાનું કરવું પડશે રોકાણ
આ યોજનામાં ખેડૂતે પોતાની ઉંમર પ્રમાણે રૂ.55 થી રૂ.200 સુધી રોકાણ કરવાનું રહે છે. આ રોકાણમાં જેટલું રોકાણ ખેડૂતે કર્યું છે તેટલું જ રોકાણ સરકાર પણ સામે કરશે. આ રોકાણમાં 60 વર્ષની ઉંમર બાદ સંબંધિત વ્યક્તિને રૂ.3,000 માસિક મળવાપાત્ર રહે છે. જો વ્યક્તિને વચ્ચેથી મૃત્યુ અથવા તો વિકલાંગતા આવે તો, જે તે વ્યક્તિના જીવનસંગીની એટલે કે, પતિ અથવા પત્ની આ યોજનાને ચાલુ રાખી શકે છે. જો તેઓ ધારે તો જે રકમ તેમણે ભરી છે. તે રકમ વ્યાજ સહિત જે તે વ્યક્તિને પરત મળી શકે છે.
આ યોજનામાં 18 થી 40 વર્ષની વ્યક્તિ ભાગ લઈ શકે છે. ઓછામાં ઓછું 20 વર્ષ સુધી આ પૈસા ભરવાના રહે છે. જો કોઈ ખેડૂત આ યોજનામાં લાભ લેવા માંગે છે તો પોતાનું આધાર કાર્ડ અને બેંક ખાતાની વિગત અથવા “પીએમ કિસાન” રજીસ્ટ્રેશન નંબર સાથે અરજી થઈ શકે છે. અરજી કરવા માટે VLE અથવા VCE પાસે જવાનું રહે છે. એ ખેડૂતે ભરવાના પહેલા હપ્તાની રકમ ખેડૂતે VCE અથવા VLE ને પોતાના પૈસાથી ચૂકવવાની રહેશે. ત્યારબાદ દર મહિને ઓટો ડેબિટની વ્યવસ્થા ઉભી કરી શકાશે.
Gardening Hacks: મોગરાના મૂળમાં નાંખી દો આ 2 ખાતર, ફૂલોથી ભરાઇ જશે કુંડુ
કોણ આ યોજનામાં લાભ ન લઈ શકે?
જે ખેડૂતને ખૂબ વધારે આવક થતી હોય, જે ખેડૂતો આવકવેરો ભરતા હોય, ડોક્ટર અથવા તો કોઈ સરકારી ક્ષેત્રમાં જોડાયેલા હોય અથવા નિવૃત કર્મચારી, જે લોકોએ આ પહેલા શ્રમિક વિભાગ દ્વારા ચાલતી “પ્રધાનમંત્રી શ્રમિક માનધન યોજના” અથવા “પ્રધાનમંત્રી વ્યાપારી માનધન યોજના”માં લાભ લઈ લીધો હોય તેવા લોકો આ યોજનામાં અરજી કરી શકશે નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
