જૂનાગઢ: મહિલાઓ આગળ વધે અને પોતે ગૃહ ઉદ્યોગ સ્થાપી શકે તે માટે અલગ અલગ પ્રકારની તાલીમનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં કૃષિ યુનિવર્સિટી અને વહીવટી તંત્ર દ્વારા જે સરકારી તાલીમનો લાભ મહિલાઓને આપવામાં આવતો હોય છે. તે અંતર્ગત મહિલાઓને શીખવવામાં આવે છે. આ તાલીમ દરમિયાન મહિલાઓને અમુક પ્રકારનું ભથ્થું પણ આપવામાં આવતું હોય છે. ત્યારે આવી જ એક તાલીમનું મહિલાઓ માટે આયોજન કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.
જૂનાગઢમાં મહિલા રૂતિકા યોજના હેઠળ મહિલા એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને ગૃહ ઉદ્યોગ સ્થાપવા માટે કઈ રીતે પોષણક્ષમ આહાર તૈયાર કરી શકે તે માટે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ કેશોદ ખાતે રાખવામાં આવી હતી. જેમાં 50થી વધારે બહેનોએ ભાગ લીધેલો હતો.
આ રીતે કરાયા માહિતગાર
મળતી માહિતી અનુસાર, નાયબ બાગાયત વિકાસ કચેરી અને પ્રગતિ મહિલા વિકાસ મંડળના સંકલન હેઠળ આ તાલીમ થાય છે. અહીં મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ માટેની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી જે મિનરલ વિટામિન મળે છે. તેને લઈ માહિતગાર પણ કરવામાં આવી હતી.
તાલીમાર્થી મહિલાઓને અપાયું આટલા રૂપિયા સ્ટાઈપેન્ડ
આ તાલીમના હેતુની વાત કરીએ તો, આ તાલીમનો હેતુ એ છે કે, બે દિવસની તાલીમ લે ફળ અને શાકભાજીમાંથી જે વિવિધ વાનગીઓ બને છે. જેમ કે, જામ અને કેચઅપ મહિલાઓ ઘરે જ બનાવે તે છે. એટલું જ નહીં મહિલાઓ પોતાના પગભર થાય મહિલા સશક્તિકરણ આગળ વધારવા માટે મહિલાઓને એક દિવસનો રૂ.250 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. બે દિવસની તાલીમ હેઠળ તમામ તાલીમાર્થી મહિલાઓને રૂ.500 સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. જેથી મહિલાઓ પોતાની જાતે પોતાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય તો, તે પણ કરી શકે છે.
અલગ અલગ જગ્યાએ આ રીતે આપવામાં આવે છે તાલીમ
મહત્વનું છે કે, જૂનાગઢમાં આ પ્રકારની તાલીમનું અનેક વખત આયોજન કરવામાં આવે છે. જેમાં અલગ અલગ જગ્યાએ આ તાલીમ થકી મહિલાઓને ગૃહ ઉદ્યોગ માટે પ્રોત્સાહન સ્ટાઈપેન્ડ અને તમામ જરૂરી સાધન સામગ્રીની પણ મદદ કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
