01

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલો વિલિંગ્ડન ડેમ લગભગ 88 વર્ષ પછી પણ આજે અડીખમ જોવા મળી રહ્યો છે. નવાબી સમયમાં બનેલો આ ડેમ આજે પણ જૂનાગઢવાસીઓને ઇતિહાસની યાદ અપાવી રહ્યો છે. શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડતા એક મહત્વના જળસ્ત્રોત તરીકે આ ડેમ વર્ષોથી કાર્યરત છે. આધુનિક એન્જિનિયરિંગ, સાધનો અને કલા કે કૌશલ્ય વગર બનેલો આ ડેમ આજે ભલભલા આધુનિક બાંધકામોને પડકાર ફેંકે છે.
