સંબંધિત સમાચાર
જૂનાગઢ: હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે. અનેક જગ્યાએ ગણેશ પંડાલો ઉભા કરાઈને ગણેશજીની મૂર્તિ અલગ અલગ રૂપમાં સ્થાપના કરવામાં આવી છે. ગણેશોત્સવ દરમિયાન કે વિસર્જન સમયે અનેક દુર્ઘટના સામે આવતી હોય છે. જેથી ગણેશોત્સવ દરમિયાન કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે જૂનાગઢના મહાનગરપાલિકાના સેફટી ઓફિસર દિપક જાનીએ અગત્યની માહિતી આપી છે.
આ રીતે રાખો ધ્યાન
-
દિપક જાનીના જણાવ્યાનુસાર, હાલમાં ગણપતિ ઉત્સવ ચાલુ છે. તેથી પંડાલ પર સલામતી માટે પૂજા વિધિ માટે જે પણ સામાન મૂકવામાં આવ્યો હોય તેની પણ તકેદારી રૂપે વ્યવસ્થિત ગોઠવણ કરવી જોઈએ. મોટાભાગની જગ્યાએ પંડાલ ખુલ્લા હોય છે. પરંતુ જે જગ્યાએ પંડાલ ખુલ્લા હોતા નથી તે જગ્યાએ વિશેષ કાળજી લેવી જોઈએ.
-
આ સિવાય પંડાલની ઊંચાઈ પાંચ મીટરથી ઊંચી રાખવી જેથી હવા, ઉજાસ પુરતા પ્રમાણમાં રહે અને ચારે બાજુથી પંડાલ ખુલ્લું રહે.
-
પૂજા સામગ્રી સિવાયની કોઈપણ સળગી શકે તેવી વસ્તુઓ પંડાલની આજુબાજુ ન રાખવી.
-
અગ્નિશામક તરીકે પંડાલની આજુબાજુ 200 – 200 લીટર ના પાણીના બે બેરલ, રેતીની ચાર બાલટી, આ સાથે ફાયરના સાધનો સીઓટુ અને એબીસી રાખવા જોઈએ.
-
પંડાલ સુધી ફાયર ફાઈટર સહેલાઈથી પહોંચી શકે તે માટે બંને બાજુ જગ્યા રાખવી જોઈએ. આ સાથે ચારે બાજુ ફાયર ફાઈટર પહોંચી શકે તે માટે પૂરતી જગ્યા રાખવી.
પહેલીવાર ગણેશ સ્થાપના કરવાના છો? આ બાબતનું રાખજો ધ્યાન
-
જે પણ ઇલેક્ટ્રીક વાયરના ટેમ્પરરી કનેક્શન આપવામાં આવ્યા હોય છે તે માન્ય ઇલેક્ટ્રિશિયન પાસેથી કરાવવું. આ સાથે લાયસન્સ હોલ્ડર એન્જિનિયર પાસે ચેક કરાવવું. આ સાથે પીજીવીસીએલ પાસે તમામ વાયરીંગ ચેક કરાવી અને કન્સિલ્ટ પાઈપિંગ સાથે આ તમામ વાયરીંગ કરવું જોઈએ જેથી શોર્ટ સર્કિટના બનાવો ઓછા કરી શકાય.
-
વરસાદની પણ સીઝન સાથે સાથે ચાલુ છે તેથી વાયર કોઈ પણ જગ્યાએથી લીકેજ થયેલા હોય, જમીનને કોઈ પણ જગ્યાએ સ્પર્શતા હોય તો તેને તે રીતે ન રાખવા જોઈએ.
-
જે જગ્યાએ પંડાલનું બાંધકામ કરેલું છે એટલે કે જે લોખંડનું સ્ટ્રક્ચર ગોઠવેલું છે ત્યાં કોઈપણ પ્રકારના ખુલ્લા વાયર ન હોય જેથી શોર્ટ સર્કિટ અને સ્પાર્કથી આગ લાગવાના બનાવો અટકાવી શકાય, કારણકે લોખંડનું બંધારણ હશે તો તેમાં સોલ્ટ લાગવાના બનાવો થઈ શકે છે અને જો લાકડાનું બંધારણ હશે તો તેમાં સળગવાના ભય રહેલો છે.
-
પંડાલની અંદર આવવા અને જવાની વ્યવસ્થા અલગ અલગ થઈ શકે તો ભાગદોડ થવાના કિસ્સામાં એન્ટ્રી પોઇન્ટ અલગ હોવાથી અને એક્ઝીટ પોઇન્ટ અલગ હોવાથી લોકોને સરળતાથી બચાવી શકાય છે.
-
કોઈપણ ઇલેક્ટ્રીક વાયરો છૂટાછવાયા ન રાખતા તમામ વાયરને વ્યવસ્થિત ગોઠવવા જેથી કોઈપણ પ્રકારના આગ, સ્પાર્ક સહિતના બનાવો ન બને.
-
દરેક જગ્યાએ ફાયર વિભાગના નંબર સ્પષ્ટ જોઈ શકાય તેવી રીતે રાખવા. આ સાથે અંદર પ્રવેશ અને બહાર નીકળવાના જે સાઈન બોર્ડ હોય છે તે સ્પષ્ટ દેખાય તે રીતે રાખવા જોઈએ.
-
જ્યારે પણ દિવાબતી, ધૂપ સહિતના સળગી શકે તેવા પદાર્થો પંડાલની આજુબાજુ હોય ત્યારે તે સ્પષ્ટ પણે કાચની પેટીની અંદર રહે તે હિતાવહ છે. જેથી બહારથી ઓક્સિજન એટલે કે હવા લાગે નહીં અને તે આગને પ્રોત્સાહન મળશે નહીં.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
- First Published :
