April 4, 2025 9:42 pm

ઘરમાં LPG ગેસ લીકેજ થાય તો કરજો આ કામ, ટળી જશે મોટી દૂર્ઘટના

જૂનાગઢ: રાંધણ ગેસ લીકેજ થવાથી દુર્ઘટનાના અનેક બનાવો આપણે સાંભળ્યા હશે. જેમાં ઘણીવાર કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. ઘણીવાર બંધ ઘરમાં ગેસ લીકેજ થતું હોય છે. ઘણીવાર લોકોને ગેસ લીકેજ થાય તો શું કરવું તે અંગે જાણ નથી હોતી. જેથી આજે આપણે જૂનાગઢ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દિપક જાનીએ રાંધણગેસ લીકેજ થાય તો કયા કામ કરવા જોઈએ, કયા સાવચેતીના પગલા લેવા જોઈએ તે અંગે માહિતી આપી છે.

ગેસ લીકેજ થાય તો સાવચેતીના પગલાં ભરવા માટે આટલું કરો

  • રસોડામાં ફ્રીજ અને એલપીજી સિલિન્ડર એક જગ્યાએ બાજુ બાજુમાં રાખવા નહીં

  • ફ્રીઝના સોકેટમાં વધારાના સોકેટને ઉપયોગ ના હોય ત્યારે કવર થી ઢાંકી દેવા

  • ગેસનો બાટલો નીચે અને ચૂલો બાટલા થી ઉપરની લેવલે હોય તે રીતે જ રાખવું

  • બાટલો ગેસનો ઉપર હોય અને ચૂલો નીચે હોય એટલે કે નીચેના લેવલે હોય બાટલા કરતા તે રીતે જુલો રાખવો નહીં

  • ગેસના ચૂલા નો ઉપયોગ ચાલુ ના હોય ત્યારે ગેસનો ચૂલાનું સ્વિચ બંધ રાખવી તથા બાટલાની સ્વીચ પણ એટલે કે રેગ્યુલેટર ની સ્વીચ પણ બંધ રાખવી

  • રાત્રે સુતા પહેલા ગેસની સ્વીચ તથા બાટલાનું રેગ્યુલેટર ની સ્વીચ બંધ છે તેની ખાતરી કરવી

Rose plant: ગુલાબના છોડની ડાળીએ-ડાળીએ ફૂલ આવશે, માટીમાં નાંખી દો આ વસ્તુ


Rose plant: ગુલાબના છોડની ડાળીએ-ડાળીએ ફૂલ આવશે, માટીમાં નાંખી દો આ વસ્તુ

  • સમયાંતરે અને માન્ય કંપનીના ડીલરો પાસે ગેસની ટ્યુબ રેગ્યુલેટર ચુલાનું ચેકિંગ કરાવવું જરૂર પડે મેન્ટેનન્સ કરવું અને જરૂર પડે તો બદલી નાખવું

  • એલપીજી ગેસનો બાટલો જ્યારે પૂરો થવામાં આવે ત્યારે તેને આડો કરી ઉપયોગ કરવાની કોશિશ કરવી નહીં

  • સામાજિક ધાર્મિક તહેવારોના દિવસો દરમિયાન વધારે રસોઈ બનતી હોય ત્યારે એક્સ્ટ્રા ચૂલો લગાડતા પહેલા ટ્યુબની અને સાધનોની પૂરી તપાસ કરાવવી ISI માર્કના જ સાધનો રાખવા અને વધારાનો ચૂલો ગેસના બાટલા થી નીચેના લેવલે રાખવો નહીં

  • ફ્રીઝની સમયાંતરે સર્વિસ કરાવવી તેના પાર્ટ્સ અને તેમાં રહેલા ગેસ અને ડિપ્રો સિસ્ટમ તથા કમ્પ્રેસરની પણ સર્વિસ કરાવી જરૂર પડે તો બદલી નાખવું

  • ઓટોમેટીક ડિફ્રોસ વાળા ફ્રીઝમાં તણખા એટલે કે સ્પાર્ક થતો હોય છે તેથી રસોડામાં કોઈ અન્ય જ્વેલનશીલ પદાર્થ જેવા કે કેરોસીન પેટ્રોલ ડીઝલ પ્લાસ્ટિક બાળકોના ફટાકડા વગેરે વગેરે સ્ટોરેજ કરવું નહીં

  • ફટાકડા વગેરે રસોડામાં આવે નહીં તે રીતે ફોડવા જોઈએ.

Gardening Hacks: મોગરાના મૂળમાં નાંખી દો આ 2 ખાતર, ફૂલોથી ભરાઇ જશે કુંડુ


Gardening Hacks: મોગરાના મૂળમાં નાંખી દો આ 2 ખાતર, ફૂલોથી ભરાઇ જશે કુંડુ

  • વધારે માત્રામાં રસોઈ બનતી હોય ત્યારે થોડા થોડા સમયે ખાદ્ય તેલને ઠારવું જોઈએ અને ત્યાર પછી જ તેનો ફરી ઉપયોગ કરવો જોઈએ એટલે કે સતત એક જ તેલમાં રસોઈ તળવી જોઈએ નહીં

  • રસોઈ તળવાના કિસ્સામાં તેલમાં આગ લાગે ત્યારે તેના પણ પાણી રેડવું જોઈએ નહીં. માત્ર તેને થવા કે તપેલીથી મોટી સાઈઝના ઢાંકણ કે ડીશથી ઢાંકી દેવું જોઈએ તેમાં પાણી નાખવું જોઈએ નહીં

  • ઈલેક્ટ્રીક સોકેટ કે વાયરીંગમાં શોર્ટ સર્કિટ થાય ત્યારે મેઈન સ્વીચ બંધ કરવી અને તેમાં આગના સમયે પાણી નાખવું નહીં માત્ર સૂકી માટી કે રેતી નો છંટકાવ કરવો

  • જ્યારે ઘરની બહાર જવાનું હોય અને ઘર ખોલતા સમયે ગેસની વાસ આવે તો કોઈ પણ લાઈટને ચાલુ કરવી નહીં અને કોઈ પણ લાઈટ ચાલુ હોય તો બંધ કરવી નહીં માત્ર બારી બારણા ધીમેથી ખોલવા અને ગેસનું રેગ્યુલેટર બંધ કરવું અને ચુલાની સ્વીચ બંધ કરવી

  • સવારે રસોડામાં કે ઘરમાં ગેસની વાત આવે તો પ્રથમ બારી દરવાજા ખોલવા ચાલુ લાઈટને ચાલુ રાખવી બંધ લાઈટને બંધ રાખવી એટલે કે ચાલુ લાઈટને બંધ કરવી નહીં અને બંધ લાઈટને ચાલુ કરવી નહીં માત્ર બારી દરવાજા જ ખોલવા અને ગેસ અને સિલિન્ડરની તમામ સ્વીચો બંધ કરવી

  • રસોઈ બનાવવાની ચાલુ હોય તેવા સમયે ખાસ કરીને તળવાની વસ્તુનું બનાવટ ચાલુ હોય ત્યારે બાળકોને રસોડામાં રમવું કે અવરજવર કરવા પર નિયંત્રણ રાખવું

  • માઇક્રોવેવ ઓવન નો ઉપયોગ કરતા હોય ત્યારે તેના મેન્યુઅલ પ્રમાણે જ ઉપયોગ કરવો

  • કામ સિવાય માઇક્રોવેવ ઓવનની સ્વીચ પણ બંધ રાખવી

  • માઇક્રોવેવ ઓવન નો ઉપયોગ નિયંત્રણ રીતે કરવો અને સમયાંતરે તેને પણ સર્વિસ કરાવવી અને તેના વાયરીંગ ચેક કરાવવા અને તેની સર્કિટ ચેક કરાવવી.

Uric Acid: શરીરમાં જામેલા યુરિક એસિડને પેશાબ વાટે બહાર કાઢશે આ સસ્તુ ફળ, મેટાબોલિઝમ પણ થશે બૂસ્ટ


Uric Acid: શરીરમાં જામેલા યુરિક એસિડને પેશાબ વાટે બહાર કાઢશે આ સસ્તુ ફળ, મેટાબોલિઝમ પણ થશે બૂસ્ટ

  • ઘરમાં મુખ્ય સ્વીચ ની સાથે એમસીબી કે ઇએમસીબી સ્વીચ પણ રાખવી

  • રસોડામાં ગેસનું સિલિન્ડર તથા ફ્રીઝ અને માઈક્રોવેવ ઓવન અલગ અલગ જગ્યાએ છુટા છુટા રાખવા એક સાથે રાખવા નહીં

  • શાળા કોલેજોમાં શૈક્ષણિક કાર્ય દરમિયાન શીખવામાં આવતા પ્રયોગોનો ફરી પ્રયોગ રસોડામાં કરવો નહીં

  • આગ અકસ્માતના કિસ્સામાં મોબાઈલથી કે લેન્ડલાઈન ફોનથી 101 નંબર પર ડાયલ કરી મદદ માંગવી

  • ઘરમાં ધુમાડો ફેલાય ત્યારે નાક પર ભીનું કપડું રાખીને નીચા નમી ને બેઠા બેઠા ચાલવું અને ઘરની બહાર નીકળવું તથા તમામ બારી તથા દરવાજા ખોલી નાખવા

  • જ્યારે ગેસની વાસ હોય ત્યારે રૂમાલ રાખીને ઘરની બહાર નીકળી જવું

  • ઘરની બહાર નીકળતા સમયે ઘરમાં કોઈ નાના બાળકો કે વૃદ્ધ કેમ માંદગી વાળી વ્યક્તિ રહી નથી જતી ને તેની ખાતરી કરવી

  • ઘરની બહાર નીકળીને તમામ સભ્યોની હાજરી ચેક કરવી

  • 101 ફાયર સર્વિસ તથા 108 અને 102 એમ્બ્યુલન્સ સર્વિસ માટે મદદ માંગવી

ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર

  • First Published :

Source link

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें