cxજૂનાગઢ: જિલ્લામાં અનેક એવા શિવાલયો આવેલા છે, જે હજારો વર્ષ જૂના છે. જેમાં અનેક એવા શિવ મંદિરો છે, જેના શિવલિંગ સ્વયંભૂ છે. ખુદ ભગવાને તેનું સ્થાપન કર્યું હોય તેવા અનેક શિવલિંગ જૂનાગઢમાં આવેલા છે. જેમાંનું એક એવું શિવાલય છે, જે ફક્ત 30 વર્ષ જૂનું છે. પરંતુ, આ મંદિરની કથા રોચક છે.
શિખર પર બિરાજમાન શિવલિંગ
મધુરમ – ધોરાજી બાયપાસ રોડ પર આવેલું અલખ મહાદેવ મંદિર વર્ષો જૂનું છે. આપણે મોટાભાગના શિવાલયોમાં તમે શિવજીના શિવલિંગને મંદિરની અંદર કે ભોંયરામાં બિરાજમાન જોયું હશે. પરંતુ, અહીં તમને શિવજીનું પ્રતિક શિવલિંગ શિખર પર બિરાજમાન જોવા મળશે. કહેવાય છે કે, જો શિવાલયના શિખર પર પણ શિવ રાખવામાં આવે તો, અનેક આશીર્વાદ મળે છે. આકાશી શિવ, બ્રહ્મા, વિષ્ણુનો હસ્તમેળાપ થાય જે સૂર્ય કિરણ અને પૂનમના કિરણથી શક્ય બને છે.
ભક્તોની સ્થાનું પ્રતિક છે આ શિવ મંદિર
માહિતી અનુસાર, આ મંદિરના પૂજારીના ગુરુ જયંતીલાલ બાપુને મંદિર માટે આત્મસાત થયો હતો અને તેમણે આ મંદિર બનાવવાનું નિશ્ચય કર્યો હતો. જમીન તો તેમની પાસે હતી જ પરંતુ, તેમને એવી ઈચ્છા જાગી હતી કે, આ રોડ પર એવું મંદિર હોવું જોઈએ જે લોકોને આરામ આપે. જે બાદ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેની સાથે મોટી સંખ્યામાં આજે લોકોની આસ્થા જોડાયેલી છે.
છેલ્લા 30 વર્ષથી અડીખમ છે મંદિર
છેલ્લા 30 વર્ષથી આ મંદિર લોકોની આસ્થા જોડાયેલી છે. અહીં દૂર દૂરથી મોટી સંખ્યામાં શિવભક્તો દર્શન કરવા માટે આવે છે. ખાસ વાત છે કે, અહીં કોઈપણ પ્રકારની દાન પેટી રાખવામાં આવી નથી. જો કોઈ ભક્તોને દાન કરવા માટેની ઈચ્છા થાય તો, તેઓ અહીં સ્વેચ્છાએ દાન કરી શકે છે. પરંતુ કોઈ પાસે કંઈ પણ માંગણી કરવામાં આવતી નથી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર