જૂનાગઢ: આજના સમયમાં ઘણા લોકો ડાયાબિટીસની બીમારીનો શિકાર બની ગયા છે. પહેલાના સમયમાં મોટી ઉંમરના વયોવૃદ્ધ વ્યક્તિમાં જ આ પ્રકારનો રોગ જોવા મળતો હતો. પરંતુ આજે જે રીતે ડાયાબિટીસનો રોગ નાની ઉંમરના વ્યક્તિમાં પણ જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આવો જાણીએ આ રોગ શું છે? તેને કઈ રીતે ઓળખી શકાય છે? આ રોગના લક્ષણો શું છે અને જો ડાયાબિટીસ હોય તો વ્યક્તિએ શું ધ્યાન રાખવું જોઈએ. જૂનાગઢના ખાનગી હોસ્પિટલના તબીબ ડૉ. જતીન સોલંકીએ લોકલ 18ને માહિતી આપી છે.
કેવી રીતે થાય છે ડાયાબિટીસની બીમારી
ડાયાબિટીસ એ બે પ્રકારના લોકોમાં જોવા મળે છે. ટાઈપ વન અને ટાઈપ ટુ એમ ડાયાબિટીસના પણ બે પ્રકાર છે. ટાઈપ વન ડાયાબિટીસ નાની ઉંમરના લોકોમાં જોવા મળે છે જ્યારે ટાઈપ ટુ ડાયાબિટીસ 40 વર્ષથી ઉપરની વ્યક્તિમાં જોવા મળે છે. અમુક વખતે નાની ઉંમરમાં જ જે શરીરને ઇન્સ્યુલિનની જરૂરિયાત ઊભી થાય છે તે ઇન્સ્યુલિન જરૂરિયાત પ્રમાણે ઉત્પન્ન ન થવાને લીધે ડાયાબિટીસનો રોગ જન્મ લે છે.
ડાયાબિટીસના લક્ષણો
મોટી ઉંમરના વ્યક્તિમાં આ રોગના લક્ષણો જોવા જઈએ તો પેશાબ વધારે જવું , તરસ વધારે લાગવી , શરીરમાં કળતર અનુભવવું , થાક લાગવો નબળાઈ આવવી. અમુક સમયે કોઈ લક્ષણો જોવા પણ મળતા નથી પરંતુ અમુક કક્ષાથી નીચેની હરોળમાં ડાયાબિટીસ હોવાથી જ્યાં સુધીમાં વ્યક્તિને ખબર પડે છે ત્યાં સુધીમાં ડાયાબિટીસ દ્વારા ઘણું નુકસાન શરીરમાં થઈ ચૂક્યું હોય છે. પાંચથી આઠ વર્ષ બાદ આંખમાં પણ ડાયાબિટીસને લીધે ડેમેજ જોવા મળે છે. જ્ઞાન તંતુને ડેમેજ કરી શકે છે. વ્યક્તિની કિડની ડેમેજ કરી શકે છે આ પ્રકારની ઘટના જ્યારે શરીર સાથે બને ત્યારે ચેકઅપ કરવામાં આવે અને ત્યારે ખરેખર વ્યક્તિને ક્યારેક ખબર પડતી હોય છે કે પોતાને ડાયાબિટીસ હતું. જો રૂટીન ચેકઅપ કરાવવામાં આવે અને કોઈપણ લક્ષણને નજર અંદાજ કરવામાં ન આવે તો આ રોગથી બચી શકાય છે.
ડાયાબિટીસથી બચવા શું કરવું?
અમુક ઉંમર પછી હેલ્થ પ્રત્યે જાગૃત રહેવું જરૂરી છે. કોલેસ્ટ્રોલ , બ્લડ સુગર , લોહીની ટકાવારી , હૃદયની પરિસ્થિતિ સહિતની વસ્તુઓની ચકાસણી કરતી રહેવી જરૂરી છે. કારણકે આ પ્રકારના નિદાનથી ગંભીર બીમારીથી બચી શકાય છે. 35 થી 40 વર્ષ બાદ આ પ્રકારના રૂટિન ચેકઅપ ખૂબ જ જરૂરી બને છે.
દરરોજ કેટલો ગોળ ખાવાથી શરીરને ફાયદો થશે?
હાલના સમયમાં લોકો હજુ પણ પોતાના હેલ્થને લઈને સજાગ નથી. જ્યારે કોઈપણ પ્રકારની શરીર સાથે ઘટના બને એટલે કે કોઈ જગ્યાએ ઇજા થયા બાદ જો લોહી બંધ ન થાય તો ડાયાબિટીસનું લક્ષણ હોઈ શકે. પરંતુ અમુક વખતે ડાયાબિટીસ હોવાના લક્ષણો વ્યક્તિને ખ્યાલ આવ્યા બાદ પણ પોતાના હેલ્થ પ્રત્યે સજાગ ન હોવાથી રિપોર્ટ્સ કરાવતા નથી અને અમુક વખતે પછી શરીરમાં ગંભીર બીમારીઓને પણ નોતરે છે કારણ કે જે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે તેમણે ઉંમરની સાથે રોગપ્રતિકારક શક્તિ ઓછી થતી હોય છે જેથી અન્ય બીમારીઓનો સૌથી પહેલા ચેપ લાગવાની શક્યતાઓ રહે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
