જૂનાગઢ : હાલ નાની ઉંમરમાં જ બાળકો તેમજ યુવાનોને ચશ્મા આવી જતા હોય છે. જો કે, ઘણા લોકોને ચશ્મા પહેરવાનું પસંદ ન હોવાથી તેની ઓપ્શનલ ટ્રીટમેન્ટ એટલે કે લેસર ટ્રીટમેન્ટ કરાવવાનું વિચારી લેતા હોય છે. લેસર ટ્રીટમેન્ટ આજના સમયમાં એક ટ્રેન્ડ છે. મોટાભાગના યુવાઓ આ ટ્રીટમેન્ટ કરાવી ચશ્માના નંબર કઢાવી નાખતા હોય છે. જો કે, ઘણા લોકોને આ સર્જરી ખરેખર કારગત નીવડે છે કે નહીં, ખરેખર આ ટ્રીટમેન્ટ કરાવવાથી આંખના નંબર હંમેશા માટે દૂર થાય છે કે નહીં? તેવા પ્રશ્નો થતા હોય છે. જેથી આજે આપણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના આંખના ઓપીડી વિભાગના ઈન્ચાર્જ ડો. કિશન મકવાણા પાસે આ વિશે વિસ્તારથી જાણીશું.
લેસર ટ્રીટમેન્ટ શું છે?
લેસર ટ્રીટમેન્ટ સામાન્ય રીતે 18 વર્ષથી ઉપરની વયના લોકો માટે છે. આ ટ્રીટમેન્ટ કરાવવા માટે સામાન્ય રીતે એક સરળ નિયમ છે કે, નંબર વ્યક્તિના સ્થિર હોવા જોઈએ. જો દર વર્ષે નંબરમાં વધઘટ થતો હોય તો, આ ટ્રીટમેન્ટ કારગત નીવડતી નથી. કારણ કે, જ્યારે આ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. ત્યારે આંખના નંબર ઝીરો થઈ જાય છે. એટલે કે, કોઈપણ પ્રકારના નંબર આંખમાં રહેતા નથી. પરંતુ જો દર વર્ષે આંખના નંબર ઘટતા હશે તો, આ ઓપરેશન કર્યા બાદ પણ ઘટતા રહેશે અને આંખના નંબર જો વધતા હશે તો તે, ઓપરેશન કર્યા બાદ પણ સતત વધતા રહેશે.
આંખની કીકીનો ભાગ થઈ જશે પાતળો
આ અંગે ડો. કિશન મકવાણાના જણાવ્યાનુસાર, આ એક લેસિક પ્રોસિજર છે. તેનું પૂરું નામ Laser-Assisted In Situ Keratomileusis(સિટુ કેરાટોમિલ્યુસિસમાં લેસર-આસિસ્ટેડ) છે. આ ટ્રીટમેન્ટમાં લેસરની મદદથી આંખની કીકીનો વચ્ચેનો ભાગ પાતળો કરી અને આંખના નંબર ઓછા કરવામાં આવે છે. આ ઓપરેશન મોટાભાગે દૂરના નંબર માટે કરવામાં આવતું હોય છે.
25, 30, 35…વ્યક્તિ કેટલી ઉંમર સુધી યુવાવસ્થામાં રહી શકે છે? 99% લોકો નથી જાણતા તેનો સાચો જવાબ
કોણ આ ઓપરેશન ન કરાવી શકે
જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી નીચે છે અને વારંવાર તેમની આંખના નંબરમાં ફેરફાર થતો હોય, આંખની કીકી પાતળી હોય, આંખની કીકીની જાડાઈ ઓછી હોય, એવા વ્યક્તિઓ આ ઓપરેશન કરાવી શકતા નથી. આ ઓપરેશન કરાવવા માટે આંખની કીકીની યોગ્ય જાડાઈ હોવી જરૂરી છે. કારણ કે તેનાથી ઓપરેશનમાં ઘસારો લાગે છે.
ઓપરેશન બાદ શું ધ્યાન રાખવું?
આંખની કીકી પર વજન ન આવવો જોઈએ. આંખ વારેવારે ચોળવી જોઈએ નહિ તેના પર કોઈ પણ પ્રકારનો વજન ન આવવો જોઈએ આંખ પર ખરાબ કે ચેપ લાગે તેવું પાણી ન આવવું જોઈએ નહિતર, આંખના વચ્ચેના ભાગમાં ચેપ લાગી શકે છે.
જો પતિ-પત્ની એક થાળીમાં ભોજન કરતા હોવ તો આજે જ બંધ કરી દો, કારણ જાણી નવાઈ લાગશે
બાટલી કાચના નંબર ધરાવતા વ્યક્તિઓને આ ઓપરેશન લાગુ પડે?
સામાન્ય રીતે બાટલી જેટલી જાડાઈ ધરાવતા કાચ એટલે કે નંબર ધરાવતા વ્યક્તિઓને નંબર -8 થી -10 સુધી હોય છે. આ બાળકોમાં લેઝર એ પ્રાઇમરી સારવાર નથી. તેના માટે એક અલગ પ્રકારની ટ્રીટમેન્ટ છે. જેનું નામ ICL(Implantable Collamer Lens) છે. આ ઓપરેશન માટે બાળકની ઉંમર પુખ્ત હોવી જોઈએ અને નંબર સ્થિર હોવા જોઈએ. કારણ કે, -8 થી -10 સુધીના નંબર હોવાથી લેઝર કરતા આ ટ્રીટમેન્ટ ખૂબ વધારે અસરકારક નીકળે છે.
આ ઓપરેશન બાદ નંબર વધે ખરી?
જો દર વર્ષે આંખના નંબરમાં ફેરફાર થતો હોય તો, આ ઓપરેશન કર્યા બાદ પણ નંબર વધી અથવા ઘટી શકે છે. જો તમારા નંબર સ્થિર થઈ ગયા હશે તો, જ આ આંખનું ઓપરેશન સફળ રહે છે. નહિતર, દર વર્ષે જે પ્રકારે આંખના નંબરમાં ફેરફાર થતા હતા તે ફેરફાર યથાવત રહે છે. આંખના નંબરમાં ફેરફાર થવાનું બંધ થતું નથી. આ ટ્રીટમેન્ટથી જેટલા નંબર અત્યાર સુધી આંખમાં હતા. તે ઝીરો થઈ જાય છે અને ત્યારબાદ જો ફેરફાર શરૂ રહેતો હોય તો, આંખમાં નંબરમાં વધઘટ નોંધાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
