જૂનાગઢ : જેમ જેમ વ્યક્તિની ઉંમરમાં વધારો થાય છે તેમ તેમ શરીરમાં અનેક બિમારીઓ થાય છે. તેવામાં જો વાત કરીએ આંખના મોતિયાની તો આ સમસ્યા મોટા ભાગે 50 વર્ષથી લઈ 60ના વચ્ચે વધુ જોવા મળે છે. મોતિયો થવાના કારણે વ્યક્તિની જોવાની શક્તિમાં ઘટાડો થાય છે. આપણે મોટાભાગે ઉંમરલાયક વ્યક્તિઓને જ મોતિયો હોવાનું સાંભળ્યું હશે. જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે, મોતિયો જન્મજાત પણ હોય શકે છે. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે જ તેને મોતિયો આવી શકે છે. આ મોતિયાને દૂર કરવા હાલ અનેક ટ્રીટમેન્ટ આવી ગઈ છે. જો કે, આ ઓપરેશનથી તેને દૂર કરી શકાય છે કે નહીં અને આ ઓપરેશન પછી કેવી કાળજી લેવી તે વિશે આપણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડો. કિશન મકવાણા પાસેથી જાણીશું.
મોતિયો એટલે શું?
મોતિયો એટલે આપણી આંખની પુતળી પાછળ એક લેન્સ હોય છે. તે એકદમ સ્વસ્થ હોવાથી તેમાંથી પ્રકાશ સરળતાથી પસાર થઈ શકે છે પરિણામે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. અમુક વખતે આ લેન્સ પર ધૂંધળાપણું આવી જાય છે, જેને કારણે તેમાંથી પસાર થનારો પ્રકાશ બ્લોક થવા લાગે છે. લેન્સ પર થનારા આ ધૂંધળાપણાને મોતિયો કહેવામાં આવે છે. લેન્સ પર ધૂંધળાપણાનું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ દર્દીની દૃષ્ટિ નબળી પડતી જાય છે. મોતિયો એ ખૂબ સામાન્ય વસ્તુ છે. મોટાભાગે મનુષ્યમાં મોતિયાના બંને આંખમાં ચેન્જીસ આવતા હોય છે. મોતિયો તે આંખમાં ઉંમરના લીધે થતી વસ્તુ છે. ઉંમરને લીધે આંખના મણિમાં સફેદી આવવી તે એક સામાન્ય બાબત છે. આ સાથે એક અન્ય પ્રકારનો મોતિયો હોય છે. જે જન્મજાત કહેવાય છે. આ બંને પ્રકારમાં બને તેટલી વહેલા આ મોતિયાનું ઓપરેશન કરવું જરૂરી બને છે. મોટાભાગે આ મોતિયો 45થી 55 વર્ષની ઉંમર વચ્ચે જોવા મળે છે.
શું હોય છે મોતિયાના લક્ષણો?
મોતિયાના લક્ષણોની વાત કરીએ તો, ઝાંખું દેખાવું, નંબરમાં ફેરફારો નોંધાવવા, રાત્રિના સમયે વાહન ચલાવવામાં તકલીફ થવી, ધૂંધળું દેખાવું આ પ્રકારની ફરિયાદો ઉઠે છે. મોટાભાગે લોકો મોતિયો પાકવાની રાહ જોતા હોય છે કે, મોતિયો પાકે ત્યારબાદ તેનું ઓપરેશન કરાવે. પરંતુ, ખરેખર આવું હોતું નથી. જ્યારે શરૂઆતી વખતમાં જ મોતિયાનું ઓપરેશન કરાવી લેવામાં આવે તો, આંખમાં ઘણી રાહત થઈ શકે છે.
શરીર પર જામેલા ચરબીના થર આપોઆપ ઓગળવા લાગશે, બેઠા-બેઠા કરો આ કામ
જો મોતિયો પાકે તેવી રાહ જોવામાં આવે તો, અમુક વખતે આંખમાં રેલાઈ જવાની શક્યતાઓ રહે છે અને તેથી આંખમાં પણ નુકસાન થાય છે. અમુક વખતે લોકો એવું માને છે કે, શિયાળામાં આંખને લગતી ટ્રીટમેન્ટ કરાવવાથી ફાયદો થાય છે. પરંતુ, હકીકતમાં એવું હોતું નથી. આ ઓપરેશન કોઈપણ સીઝનમાં કરાવી શકાય છે. તેમાં આંખમાં કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી.
વધુમાં ડો.કિશન મકવાણા જણાવે છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં મોતિયાનું અતિ આધુનિક મશીનથી ઓપરેશન કરવામાં આવે છે. જે એક ટાંકા વગરનું ઓપરેશન થાય છે. 2.8 મિલી મીટરથી લઈને 3.2 મિલીમીટર જેટલો નાનો કાપો મૂકી ઓપરેશન કરવાનું રહે છે. જેમાં ફોલ્ડેબલ પ્રકારનો મણી મૂકવામાં આવે છે. પ્રાઇવેટમાં વધુ પૈસા ખર્ચીને જે ઓપરેશન કરવામાં આવે છે. તે ઓપરેશન જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં તદ્દન મફત કરી આપવામાં આવે છે.
દરરોજ કેટલો ગોળ ખાવાથી શરીરને ફાયદો થશે?
આ ઓપરેશનનો ફાયદો શું?
આ ઓપરેશનમાં દર્દીએ વધુ સમય સુધી આરામની જરૂરિયાત રહેતી નથી. 24 કલાક બાદ દર્દી પોતાની રોજિંદી પ્રક્રિયાઓ શરૂ કરી શકે છે. જેમાં કાળજી લેવાની વાત કરવામાં આવે તો દર્દીએ એકથી બે દિવસ સુધી આંખમાં પાણી લગાડવું નહીં, આંખને ચોળવી નહીં, આંખ પર ભાર આપવો નહીં, ખંજવાળવી નહિ, આ સાથે જે બાજુ આંખનું ઓપરેશન થયું હોય તે તરફ ન સૂવું તે પ્રકારની સલાહ સૂચન કરવામાં આવે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
