December 24, 2024 10:51 pm

દુષિત અને દુર્ગંધ રહિત પાણીની સમસ્યા ને લઇને પરેશાન બનેલ પિજારકોટ ના રહિશો નો પાલિકા સામે રોષ..

 

ચોવીસ કલાકમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની ચિમકી..

પાટણ નગરપાલિકા દ્વારા જ્યારથી શહેરમાં ભૂગર્ભ ગટરની સુવિધા કાર્યરત બનાવવામાં આવી છે ત્યારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં અવાર નવાર ભૂગર્ભ ગટરો ચોક અપ બનવાની સમસ્યાઓ સજૉતી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો ચોક અપ બનેલી ભૂગર્ભ ગટરની સમસ્યા ના કારણે પીવાનું પાણી પણ દુષિત અને દૃગંધ યુકત આવતું હોવાથી લોકો મા રોગચાળો ફેલાવવાની ભીતી પણ સેવાતી હોય છે તો આ સમસ્યા ના નિરાકરણ માટે ભૂગૅભ ગટરના ઠેકેદારો દ્રારા સમયસર નિરાકરણ નહિ લવાતાં લોકો મા રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે છેલ્લા દસ દિવસ થી પાટણ શહેરના વોર્ડ નંબર 8 માં આવેલ ફૂટી મસ્જિદ પાસે ના પિજારકોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોક અપ બનવાની સમસ્યા સજૉઈ હોય જેના કારણે વિસ્તારમાં પીવાનું પાણી પણ દુષિત આવતું હોવાની બાબતે રહીશો દ્રારા અનેક વખત પાલિકા પ્રમુખ સહિત ભૂગૅભ ગટરના ઠેકેદાર ને રજુઆત કરવા છતાં આ સમસ્યા નું આજદિન સુધી નિરાકરણ નહિ આવતાં વાજ આવી ગયેલા રહીશો એ કોગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના આગેવાન ભુરાભાઈ સૈયદને સાથે રાખીને શનિવારે વિસ્તારમાં ઉભરાતી ભૂગૅભ ગટર સહિત દુષિત આવતા પીવાના પાણી મામલે પાલિકા પ્રમુખ અને ભૂગૅભ ગટરના ઠેકેદાર સહિત નગર પાલિકા વિરુદ્ધ સુત્રોચ્ચાર કયૉ હતાં અને સમસ્યાના નિરાકરણ માટે ચોવીસ કલાક નું અલ્ટીમેટમ આપી નગર પાલિકા ખાતે હંગામો કરવાની ચિમકી આપી હતી.

ભૂગર્ભ ગટરના પાણી પીવાના પાણી ની પાઇપ લાઈન માં ભળી જવા મામલે પાલિકા સામે રોષ વ્યક્ત કોગ્રેસ માઈનોરીટી ડિપાર્ટમેન્ટ ના આગેવાન ભુરાભાઈ સૈયદે જણાવ્યું હતું કે નગર પાલિકા દ્વારા વેરા ડબલ કરવા છતાં શહેરીજનોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ બનાવવા સદંતર નિષ્ફળ નિવડી છે ત્યારે છેલ્લા દસ દિવસ થી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોક અપ થવાના કારણે પીવાના પાણી દુષિત અને દૃગંધ યુકત આવતાં હોવા છતાં અને વિસ્તારના રહીશોની અનેક વખત ની રજુઆત છતાં સમસ્યા નું નિરાકરણ નહિ લવાતાં પાલિકા તંત્ર ની કામગીરી સામે તેઓએ રોષ વ્યકત કર્યો હતો.

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें