સમગ્ર વિશ્વની માનવજાત માટે દયા, કરુણા, રહેમત બની એકતા, પ્રેમ, બંધુત્વ અને ભાઇચારાનો ઉપદેશ આપનાર ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પયગમ્બર હજરત મુહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)ની વિલાદતની યાદમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવાતા ઇદે મિલાદુન્નબીના પર્વની સોમવારે પાટણ શહેર ઉપરાંત જિલ્લાના સિધ્ધપુર, રાધનપુર, હારીજ, સમી, દુદખા,વારાહી, સિધાડા, સાંતલપુર, ગોતરકા, ગણવાડા, ચાંદેસર, હારીજ, વડાવલી, ટાકોદી કાકોશી, સહિતના નાના મોટા ગામોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે ઝુલુસ નિકળ્યા હતાં.
આ પ્રસંગે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલે પણ ખાસ ઉપસ્થિત રહી મુસલીમ બિરાદરો ને શુભેચ્છાઓ પાઠવી હતી તો. મુસલીમ બિરાદરો દ્રારા ધારાસભ્ય નું બહુમાન કરવામાં આવ્યું હતું.પ્રસંગને યાદગાર બનાવવા મુસ્લિમ વિસ્તારો લાઈટ ડેકોરેશન, વિવિધ બેનરો અને નબીકી આમદ મરહબાના ઝંડાઓથી સજાવવામાં આવ્યાં હતાં.મસ્જિદોમાં રાત્રે નાતખ્વાની, તકરીર અને દરુર શરીફના ઝિકના જલ્સા યોજાયા હતા. ઇદ મિલાદુન્નબીના આ તહેવારને લઇ પાટણ શહેર સહિત જિલ્લાના મુસ્લિમ વિસ્તારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
શહેરના ઇકબાલચોક, ટાંકવાડા, બોકરવાડા, હજરત ગંજશહીદપીર હુશૈનીચોક સહિતના વિવિધ વિસ્તારો અને મહોલ્લા પોળોમાં ઈદે મિલાદુન્નબીની ખુશીમાં સજાવટ કરવામાં આવી હતી. પાટણ શહેરમાં ઇકબાલચોક યંગ કમીટી દ્વારા પરંપરાગત રીતે આ વર્ષે પણ જુલુસે મહોમ્મદીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ઇકબાલચોક ખાતેથી સવારે ૧૦ કલાકે ઈદેમિલાદુન્નબીનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું જે જુલુસમાં બોકરવાડા અને ખાનકાહે રીફાઇયા ટાંકવાડાના જુલુસો એ પણ સામેલ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી બપોરના સમયે પરત ઇકબાલચોક ખાતે સંપન્ન બન્યું હતું.જુલુસ સંપન્ન થયા બાદ ન્યાઝનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પાટણ શહેરના ઇકબાલ
ચોક વિસ્તારમાં મરહુમ સૈયદ ઇબ્રાહીમઅલીના નિવાસસ્થાને ઇદેમીલાદુન્નબીના દિવસે બપોર બાદ હજરત મુહમ્મદ પયંગબર સાહેબના કદમ મુબારક અને મુએ મુબારકના દિદાર કરાવવાનો જલ્શો પણ યોજાયો હતો. આ જલ્શામાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ ઉપસ્થિત રહી પોતાની આંખોને રોશન કરી હતી.