આજ રોજ ચાણસ્મા શહેર ખાતે પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત સંસ્થા ટ્રસ્ટ , ચાણસ્મા નવા રામજી મંદિર ચાણસ્મા ની અસ્મિતા શતાબ્દી મહોત્સવ 2019 ના સ્મૃતિ ગ્રંથ વીમોચન સમારંભ યોજાયો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઇ પટેલ હાજર રહ્યા હતા આ પ્રસંગે આશીર્વચન માટે મહાન શ્રી મારુતિ ચરણદાસજી મહારાજ અને બીજા અતિથિ વિશેષ મહારાજ શ્રીઓ હાજર રહ્યા હતા
સાથે સાથે ચાણસ્મા ગામના વાપી અંકલેશ્વર સુરત માં મોટા વેપાર ધંધા ધરાવે છે એ લોકોએ પણ આજે આ ગ્રંથ વિમોચન પ્રસંગમાં હાજરી આપી હતી
ગ્રંથ વિમોચન પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે હાજરી આપતા કેબિનેટ મંત્રીઓ શ્રી ઋષિકેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈએ શ્રી લાલજીલાસ લક્ષ્મીદાસ પટેલ પરિવાર ટ્રસ્ટનો આભાર માન્યો હતો
આ ગ્રંથ ના સૌજન્ય તથા સમારંભના ભોજન ના દાતા શ્રી સ્વર્ગસ્થ કાંતાબેન નારણભાઈ પટેલ પરિવાર હસ્તે . એવા શ્રી કમલેશભાઈ નારણભાઈ પટેલ અને શ્રી રાજેન્દ્રભાઈ નારણભાઈ પટેલ
નિકુર પરિવાર , વાપી હતા
આ ગ્રંથ વિમોચન પ્રસંગે ગામના લોકો એ મોટી સંખ્યામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી