પાટણ જિલ્લાનો ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના એમ.ટી વિષયવસ્તુ તાલીમ વર્ગ તા. 18-09-2024થી 20-09-2024 સુધી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ ખાતે યોજાયો છે. આ તાલીમ વર્ગમાં જિલ્લાના 6 શાળા વિકાસ સંકુલના દરેક વિષયના 3 શિક્ષકો પૈકી શાળા વિકાસ સંકુલના 18 શિક્ષકો મળી સમગ્ર જિલ્લામાંથી કુલ 90 શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ એમ.ટી. શિક્ષકોને તાલીમ આપવા જિલ્લાના 15 જેટલા રિસોર્સ પર્સન તથા કિ રિસોર્સ પર્સન હાજર રહ્યા હતા.
ગણિત વિષયમાં કલ્પેશભાઇ અખાણી, રાજ ગોપાલ મહારાજા, શૈલેષભાઇ પટેલ, ગુજરાતી વિષયમાં દાનેશભાઇ મોદી, બાબુભાઈ સોલંકી, હરગોવનભાઇ દેસાઇ, સામાજિક વિજ્ઞાન વિષયમાં શૈલેન્દ્રસિંહ સોઢા, પ્રકાશસિંહ વિહોલ, દિલીપભાઇ પંચાલ, અંગ્રેજી વિષયમાં સમીરભાઇ પટેલ, હરેશભાઇ રાણા, વિષ્ણુભાઇ ઠાકોર, વિજ્ઞાન વિષયમાં ભરતભાઇ પરીખ, ધવલભાઈ ચૌધરી, રાજેશકુમાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ એન.સી.ઇ.આર.ટીની ભૂમિકા, જી.સી.આર.ટી. તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનો રોલ તેમજ એન.ઇ.પી.ના સંદર્ભમાં તાલીમ મેળવી એસ.વી.એસ.તેમજ શાળા કક્ષાએ પહોંચાડવા અનુરોધ કર્યો હતો. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય ડૉ. પિંકીબેન રાવલે અધ્યયન નિષ્પતિ વિશે તેમજ એન.ઇ.પી. 2020ના સંદર્ભ માં તાલીમની ઉપયોગીતા વિશે માર્ગદર્શન અને તાલીમના સંચાલક ડૉ. પીનલબેન ગોરડીયાએ સર્વે તાલિમાર્થીઓને આવકારી અધ્યયન નિષ્પતિ વિષયક તાલીમના સંદર્ભમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ડૉ.રાજ ગોપાલ મહારાજાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અધ્યયન નિષ્પતિ વિશે રસપૂર્ણ રજુઆત કરી હતી. ત્યારબાદ દરેક વિષયના જૂથમાં તાલીમ આપવામાં આવી હતી.