પાટણ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધી જતો હોય છે તેથી પાટણ નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાનો ખાનગી કોન્ટ્રાકટ આપી કામગીરી કરાવવામાં આવતી હોય છે પરંતુ ઘણા માસમાં રખડતા ઢોર પકડવામાં પાટણ નગરપાલિકા હાલ બેલદાર રાખી રખડતા ઢોર પકડવાની કામગીરી કરાવવામાં આવી રહી નથી રખડતા ઢોરના ત્રાસથી પાટણ શહેરમાં વાહન ચાલકો અને
સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે પાટણ શહેરમાં આમ તો આખુ વર્ષ રખડતા ઢોરનો ત્રાસ રહેતો હોય છે પરંતુ આ ત્રાસ ખુબ જ વધી જતા પાટણ વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલ છેલ્લા ત્રણ દિવસ ધોકો લઈને મેદાન માં આવી ગયા છે અને પાટણ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ માં પુરી રહ્યા છે ગત રાત્રે પાટણ ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને પાટણ નગરપાલિકા ટીમ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે હાશાપુર હાઈવે પર આવી ગયા હતા અને હાઇવે પરના ૧૦૦ જેટલા પશુઓને નજીકની એક સોસાયટીમાં એકત્ર કરી બાદમાં આ ઢોરોને નગરપાલિકાના પાંજરામાં પૂરીને ડબ્બે કર્યા હતા