દૂષિત પાણીના કારણે ઘરે ઘરે બીમારીના ખાટલા ખડકાયા : પાલિકા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં…
રહીશોએ કલેકટરના નિવાસ સ્થાને રહેવા જવા માટેની ચિંમકી ઉચ્ચારી..
પાટણ શહેરના ગુલશન નગર સામે આવેલ ભઠ્ઠીવાડા પટણીવાસ માં છેલ્લા 15 દિવસ થી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી મેઈન રોડ પર ઉભરાતા વિસ્તારના રહીશો પરેશાન બન્યા છે.તો કેટલાક રહીશો ભૂગર્ભ ગટર ની આ સમસ્યા ના કારણે વિસ્તારમાં ફેલાએલ રોગચાળા ના કારણે પોતાનાં ઘર બાર છોડીને પોતાના અન્ય સગાસબંધી ના ઘરે રહેવા જતા રહ્યા છે. તો કેટલાક રહીશોએ આ સમસ્યા થી પરેશાન થઈ કલેક્ટરના નિવાસ સ્થાને ધામા નાખવાની ચિમકી ઉચ્ચારી છે.
પાટણ નગર પાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા છાશવારે પાટણ શહેરના મહોલ્લા,પોળો મા દૂષિત અને અતિશય વાંસ મારતું ગંદુ પાણી આવતું હોય છે તો ભૂગર્ભ ગટર ઉભરાવવાની આ સમસ્યાથી શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.એક બાજુ વરસાદ બંધ થયા બાદ પાટણ શહેર સહિત જિલ્લામાં રોગ ચાળાએ માથું ઉચક્યું છે તો બીજી તરફ ઘરે ઘરે ડેન્ગ્યુ, વાયરલ ફીવર સહિતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.પાલિકા તંત્ર ની અણ આવડત અને બેદરકારી ને લીધે શહેરના ગુલશન નગર સામે ભઠ્ઠીવાડા પટણી વાસ માં છેલ્લા 15 દિવસ થી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી મેઈન રોડ પર ભરાઈ રહેવાના કારણે રહીશો પરેશાન બનાયા છે,ઘરે ઘરે લોકો બીમાર છે લોકો ને ડેન્ગ્યુ થવાના કારણે સારવાર માટે ખસેડવા આવ્યા છે. આ ભૂગર્ભ સમસ્યા ના કારણે તો કેટલાક રહીશો ઘર છોડી ચાલ્યા ગયા છે.
આ બાબતે સ્થાનિક રહીશ પટણી શૈલેષભાઈ જણાવ્યું હતું કે છેલ્લા ધણા સમય થી ભૂગર્ભ ગટર ના પાણી ભરવાની સમસ્યા સર્જાઈ છે.હજુ સુધી પાલિકા દ્રારા આ ભૂગર્ભ ગટર ના પાણી ના નિકાલ ની કોઈ વ્યવસ્થા ઉપલબ્ધ ન કરતા વિસ્તારમાં ડેન્ગ્યુ ના મચ્છર નો ઉપદ્રવ વધ્યો છે. જેના કારણે લોકો મકાનો છોડી છોડી ને સગા સબધીનાં ઘરે ચાલ્યા ગયા છે.તો બે લોકો સિરિયસ હોય જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.હાલ માં અહીંયા રોગો એ ભરડો લીધો છે.વહીવટદારો અને કોર્પોરેટરોને જાણ કરી પણ હજુ સુધી કોઈ જોવા શુધ્ધા આવ્યા નથી. હવે અમે પણ ઘર છોડી ચાલ્યા જવાની તૈયારી કરી રહ્યા છે.હવે કોઈ ફરિયાદ નહીં સાંભળે તો પોલીસ ફરિયાદ કરીશું અને કલેક્ટર ના ઘરે રહેવા જવાની ચીમકી તેઓએ ઉચ્ચારી હતી.