પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના વિધાર્થીઓ ગુજરાત મુખ્ય મંત્રીશ્રી ને લેખિતમાં રાજુયાત કરવામાં આવી જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૪-૨૫ CCEની પ્રાથમિક પરીક્ષાનું ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા તા.૦૧/૦૪/૨૦૨૪ થી તા.૨૦/૦૫/૨૦૨૪ સુધી આયોજન કરવામાં આવેલ હતું જેમાં જગ્યાની જાહેરાતમાં કેટેગરી વાઈઝ સાત ગણા ઉમેદવારોને
મુખ્ય પરીક્ષા માટે બોલાવવમાં આવેલ છે જે CCEની પરીક્ષાની નોટીફિકેશનના પેજ-૨૫ પરના મુદ્દા-૭માં જણાવેલ છે પરંતુ તા.૧૯/૦૯/૨૦૨૪ના રોજ પ્રસિધ્ધ થયેલ પરિણામમાં કુલ જગ્યાના સાત ગણા ઉમેદવારોને પાસ કરેલ છે જેમાં જાહેરાતમાં દર્શાવેલ કેટેગરી વાઈઝ સાત ગણા ઉમેદવારોની શરતનું પાલન થયેલ નથી જેથી મોટાભાગના ઉમેદવારોને અન્યાય થયેલ છે GPSC દ્વારા પણ ક્લાસ ૧/૨, તેમજ સુપર ક્લાસ-૩ની પરીક્ષામાં કેટેગરીના સાત ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવે છે જેથી ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ, GPSC મુજબ CCEનું પ્રાથમિક પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરી મોટા ભાગના ઉમેદવારોને ન્યાય મળી રહે તેવી લેખિતમાં સાંતલપુર તાલુકાના ઉમેદવારોએ માંગ કરી
