પાટણ જીલ્લાના રાધનપુર તાલુકાના ધરવડી ગ્રામપંચાયત સરપંચ વિજયભાઈ પરમાર તથા તલાટી. સી.બી.ભરવાડ દ્વારા ધરવડી અને લક્ષ્મીપુરા ગામ કચરા મુક્ત બને તેમજ સ્વચ્છ બને તે માટે આજરોજ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું સ્વચ્છતા હી સેવા
ઝુંબેશ અંતર્ગત ધરવડી અને લક્ષ્મીપુરા ગામ ખાતે ગંદકી વાળા કચરાને દૂર કરીને તેનો યોગ્ય નિકાલ કરાયો આ સફાઈ અભિયાનમાં ધરવડી ગામના તલાટી, સરપંચ તેમજ ગ્રામજનો જોડાયા હતા ધરવડી તથા લક્ષ્મીપુરા માં ધાર્મિક સ્થળો, શાળા તથા ગામ મહોલ્લા તેમજ
શેરીઓમાં જઈને સંપૂર્ણપણે સફાઈ કરવામાં આવી હતી તેમજ ધરવડી તથા લક્ષ્મીપુરા ગામમાં નડતર રૂપ દબાળો જી.સી.બી દ્વારા તોડીને ધરવડી ગ્રામપંચાયત દ્વારા દુર કરવામાં આવ્યા