April 4, 2025 11:16 pm

સિંગણપોરના બ્યુટી પાર્લરમાં યુવતી પર કથિત ડીએસપીનો બળાત્કાર

સુરતઃ અમદાવાદ થી કંપનીના કામે સુરત આવી હોટલમાં રોકાયેલી યુવતીએ ઓનલાઇન સર્ચ કરી કોઝવે રોડ ખાતે આવેલી શણગાર બ્યુટી પાર્લર નો નેલઆર્ટ શીખવા માટે સંપર્ક કર્યો હતો. દરમિયાન પાર્લર ચલાવતી સંચાલિકા એ બિકીની વેક્સ કરતી વેળા યુવતીનાં નગ્ન ફોટા પાડી લીધા હતાં. બાદ આ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી સંચાલિકા દ્વારા યુવતીને કહેવાતાં મળતીયા ઓ દ્વારા ડીએસપી નાં હવાલે કરવામાં આવી હતી. ચોક બજાર પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ અમદાવાદ ખાતે રહેતી ૨૩ વર્ષીય હીરલબેન (નામ બદલ્યું છે) ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૧૮/૦૯/૨૪ નાં રોજ હિરલ કંપનીના કામે સુરત આવી ગેસ્ટ હાઉસમાં રોકાઈ હતી. વધુ સમય સુરતમાં રોકાવવાનું હોવાથી ઓનલાઈન સર્ચ કરી નેલઆર્ટ શીખવા માટે હીરલે કોઝવે રોડ શારદા સ્કૂલ સામે આવેલી માધવકુંજ સોસાયટી ખાતે શણગાર બ્યુટી પાર્લર ચલાવતી સંચાલિકા તૃપ્તિબેન નો સંપર્ક કર્યો હતો. એક અઠવાડીયા નાં કોષ માટે રૂ. ૧૫ હજાર નક્કી કરી હીરલે રીક્ષા દ્વારા પાર્લર જઈ કોષ શીખવાનું શરૂ કર્યું હતું. દરમિયાન ત્રીજા દિવસે સંચાલિકા તૃપ્તિબેને ફેસીયલ બાદ બિકીની વેક્સ કરતી વેળા જાણ બહાર હીરલનાં નગ્ન ફોટા પાડી લીધા હતાં. ત્યારબાદ બીજા દિવસે તબીયત સારી ન હોવાનું જણાવી સંચાલિકાએ ચોથા દિવસે રજા રાખવા કહ્યું હતું. ત્યારબાદ પાંચમા દિવસે રવિવારે રજા હોવાનું માની હીરલ પાર્લર પર ગઈ ન હતી. જેથી, સંચાલિકાએ ફોન કરી હીરલને રાત્રે પાર્લર પર બોલાવી હતી. બાદ નગ્ન ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી હીરલને બેડરૂમમાં મોકલી મળતીયા અને કહેવાતાં ૫૦ થી ૫૫ વર્ષીય આધેડ ડીએસપી સાથે શરીર સંબંધ બાંધવા મજબુર કરી હતી. બનાવ બાદ ડર થી કાંપતી હીરલ તુરંત ગેસ્ટ હાઈસ ખાતે પહોંચી પોતાનો સામાન પેક કરી અમદાવાદ ખાતે પરત થઈ ગઈ હતી. બાદ ગતરોજ સુરત આવી ચોકબજાર પોલીસ મથકમાં શણગાર બ્યુટી પાર્લર ચલાવતી સંચાલિકા અને પોતાની સાથે દુષ્કર્મ કરનારા આશરે ૫૦ થી ૫૫ વર્ષીય અજાણ્યાં આધેડ વિરૂદ્ધ બી.એન.એસ ની કલમ ૬૪, ૩૫૧ (૨) તથા ૫૪ અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદ સંદર્ભેની તપાસ પોસઈ વી.ટી ડોડીયા કરી રહ્યાં છે.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें