પાટણ જિલ્લામાં આવેલ ચારણકા સોલાર પાર્ક ભવ્ય રોશનીથી ખીલી ઉઠ્યો. જિલ્લાવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બન્યું

ચારણકા સોલાર પાર્કને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું,પાર્ક  ખાતે કરવામાં આવેલી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી જગમગ..

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળીને ૨૩ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરી હતી. આ વિકાસયાત્રા અવસર નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ થયો છે.

આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજયભરમાં આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સુશોભન કરવામાં આવ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલ ચારણકા સોલર પાર્કને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પાર્ક  ખાતે કરવામાં આવેલી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી જગમગી રહ્યું છે.

પાટણ જિલ્લામાં “વિકાસ સપ્તાહ” અંતર્ગત સુંદર અને અદભૂત રોશની જિલ્લાવાસીઓનું  આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આમ વિશ્વ પ્રસિદ્ધ ચારણકા ખાતે આવેલ  સોલાર પાર્ક નયનરમ્ય રોશનીથી દીપી ઉઠ્યો છે.

 

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ