April 4, 2025 11:03 pm

વાવ વિધાનસભામાં અઢારે આલમની હરિભાઈ આચાર્યને ટિકિટ આપે તેવી માગ.

 

ભાભર વિસ્તાર માં રાજકીય ચાણક્ય ગણાતા હરીભાઈ આચાર્ય ની વિધાનસભા ની ટીકીટ આપવા માગ

ભાભર સમગ્ર ગુજરાત માટે ભારતીય જનતા પાર્ટી માટે પ્રતિષ્ઠા નો જંગ બની રહે તેમ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી ને આ સીટ ગુમાવે તો  હવે રાજકીય કહેવાતા ધુરંધરો પાર્ટી માં હોદ્દા માટે તેમજ પોતાના પ્રસનલ હેતુ માટે જ છે તેવું સાબિત થશે માટે આ પેટા ચૂંટણી માં રઘુવંશી સમાજ ના અગ્રણી તેમજ રાજકીય ચાણક્ય ગણાતા હરીભાઈ આચાર્ય ને ટીકીટ મળે તેવી અઢારેય આલમ માંથી માગ ઉઠી  છે હરિભાઈ આચાર્ય ભાભર નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂકેલ છે જેમને ભાભરમાં ખાડીયા સમસ્યા પણ ઉકેલી હતી. આજે ખાડીયા ની જગ્યાએ નગરપાલિકા તેમજ નગરપાલિકાના શોપિંગ બનેલ છે હરિભાઈ આચાર્ય  આશરે 20 વર્ષથી ભાભર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તરીકે સેવા આપી રહેલ છે. જેના કારણે ભાભર વાવ તેમજ સુઈગામના ખેડૂતોથી તેઓ સારો સંબંધ ધરાવે છે. હરિભાઈ આચાર્ય 1985 થી 2005 સુધી પંચાયતના સભ્ય તરીકે સેવા આપેલ છે ત્યારબાદ નગરપાલિકા બનતા જ 2006 થી 2011 સુધી કોર્પોરેટર તરીકે સેવા આપેલ અને 2012 થી 2015 સુધી નગરપાલિકા પ્રમુખ તરીકે સેવા આપેલ. હરિભાઈ પ્રમુખ બનતા જ ભાભર ને વિકાસનો વેગ મળ્યો હતો અને આજે તે વિકાસ તેમના માર્ગદર્શન હેઠળ આજે  પણ કાર્ય ચાલુ છે.

ભાભર એપીએમસી માં ડિરેક્ટર અને વાઇસ ચેરમેન તરીકે આશરે 20 વર્ષ સુધી સેવા આપી રહેલ છે. ભાભર રઘુવંશી લુહાણા મહાજન ના પ્રમુખ તરીકે સેવા આપે છે. લાયન્સ ક્લબ ભાભરમાં ટ્રસ્ટીમાં પણ સેવા  આપે છે. ભાભર આનંદધામ ગૌશાળામાં ટ્રસ્ટી તરીકે સેવા ચાલુ છે. બનાસકાંઠા વિભાગીય રોડ ટ્રાન્સપોર્ટ ક્રેડિટિવ સોસાયટી લિમિટેડ ભાભરના ચેરમેન તરીકે સેવા ચાલુ છે. ભાભર સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે પણ સેવા આપે છે. ભાભર તાલુકા બીજ ઉત્પાદન મંડળીના ચેરમેન તરીકે સેવા આપે છે. હરિભાઈ આચાર્યના ધર્મ પત્ની મંજુલાબેન હરિભાઈ આચાર્ય 1989 માં જિલ્લા પંચાયત સદસ્ય તરીકે પણ તેઓએ સેવા આપેલ છે.આ વિસ્તાર માં હરીભાઈ  ભારતીય જનતા પાર્ટી માં  કાર્ય તેમજ આ વિસ્તાર નાં પ્રશ્ન માટે સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરી આ વિસ્તાર મા નોંધગિરિ કામ કર્યું છે તેમજ આ વિસ્તાર માં રઘુવંશી સમાજ બિઝનેસ તેમજ ખેતી  સાથે સંકળાયેલ હોવાથી હરીભાઈ આચાર્ય ને ટીકીટ આપવાથી જીત આસાની થઈ સકે તેમ છે ભાભર સહેર માં તેમનો પુત્ર દીપકભાઈ પણ નગરપાલિકા નાં પ્રમુખ તરીકે રહેલ હોવાથી તેમનો  પણ ભાભર શહેર નાં વિકાસ માટે કરેલ કાર્ય ની નોંધ લેવાઈ રહી છે હરિભાઈ  ભાભર ની વિવિધ સેવાકીય સંસ્થા ઓ સાથે જોડાયેલ હોવાથી તેમનું તેમાં નું સેવાકીય કાર્ય નોંધનીય છે અને હાલ ગુજરાત માં રઘુવંશી સમાજ ખુબજ મોટા પ્રમાણ માં ભારતીય જનતા પાર્ટી માં વિશ્વાસ વિશ્વાસ ધરાવે છે  હરીભાઈ ભાભર વાવ સુઈગામ પંથક માં ખુબજ રાજકીય રીતે અગ્રેસર નામ છે તેમને ટિકિટ આપવા માં આવેતો ઈતરકોમ પણ ખુબજ મોટા પ્રમાણ માં સપોર્ટ કરે તેમ છે અને ભાભર પંથક માં જાતિવાદ નાં રાજકારણ માં પણ આંશિક  સફળતા મળી સકે તેમ છે તેમજ અન્ય સમાજ ને પણ પાર્ટી  પ્રત્યે આશાવાદ રહેશે ભારતીય જનતા પાર્ટી દરેક સમાજ ને  ન્યાય આપનારી પાર્ટી છે માટે હરીભાઈ આચાર્ય નું નામ ભાભર વાવ સીટ માટે આવે તો વિકાસ ની ગતિ આ પંથક માં ઝડપ થી વધી સકે તેમ છે.

સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા

 

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें