April 4, 2025 5:27 am

ડાંગની યુવતીએ બંધ કરી દીધેલા સિમકાર્ડ થકી ૨.૬૭ લાખની છેતરપિંડી

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં વાહુટિયા ગામની લેબ ટેક્નિશિયન યુવતીએ બીએસએનએલનું સીમકાર્ડ ઉપયોગમાં લેવાનું બંધ કરેલ હતુ. જે બાદ કંપની દ્વારા આ સિમકાર્ડ હરપ્રીતસિંઘનાં નામે ઈસ્યુ કરવામાં આવ્યું હતું. જો કે યુવતીએ આ સીમ કાર્ડનો નંબર બેન્ક એકાઉન્ટ સાથે જોઇન્ટ કરેલ હોય અન્યનાં નામ ઇસ્યુ થતા તેના દ્વારા આ યુવતીનાં એકાઉન્ટમાંથી ૨.૬૭ લાખ રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી કરાઈ હતી. જે બાદ સમગ્ર મામલો આહવા સાઇબર ક્રાઈમ પોલીસ મથકે પહોંચ્યો હતો.છેલ્લા છ વર્ષથી સુરત ખાતે લેબ ટેકનિશિયન તરીકે કામ કરતી વાહુટિયાની રેશમાબેન શિવદાસભાઇ પવારે પોતાના બેન્ક ઓફ બરોડા આહવા શાખાનાં એકાઉન્ટમાં બીએસએનએલનો મોબાઈલ નંબર જોઈન્ટ કરાવ્યો હતો. જો કે છેલ્લા ચારેક મહિનાથી તેણીએ તે સીમ કાર્ડ ઉપયોગમાં લેવાનું બંધ કરી રિચાર્જ કરાવ્યુ ન હતું. જે દરમિયાન સેલ્યુલર કંપની દ્વારા આ સિમકાર્ડ કોઈ હરપ્રીતસિંઘ નામક વ્યક્તિના નામ પર ઇસ્યુ કરવામાં આવ્યું હતું. જો કે આ યુવતીના બેન્ક એકાઉન્ટ સાથે આ મોબાઈલ નંબર લિંક હોવાની જાણકારી આ અજાણ્યા વ્યક્તિને થતા તેનો દૂરૂપયોગ કરીને અલગ અલગ ટ્રાન્સજેક્શન દ્વારા અંદાજે ૨.૬૭ લાખ રૂપિયા અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આમ ઓનલાઈન યુવતી સાથે સાયબર ફ્રોડ કરવામાં આવ્યો હતો. જે બાદ યુવતીએ આહવા સાયબર ક્રાઈમ પોલીસ મથકે આ સાયબર ફ્રોડ અંગેનો ગુનો નોંધાવ્યો હતો. આહવા સાઈબર ક્રાઈમ વિભાગનાં પીઆઈ વી. કે. ગઢવીએ આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें