આજરોજ તા.૧૮/૧૦/૨૦૨૪ને શુક્રવારનાં રોજ વાંસદા તાલુકાનાં સિણધઇ ગામે સાંજે ૭:૩૦ વાગે એક સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં ગુડ્ઝ ટ્રેન પરિયોજના શરૂ કરવાનાં સરકારનાં નિર્ણયનાં વિરોધ
બાબતે ચર્ચા કરવા આજુબાજુનાં ગામનાં સરપંચો અને આગેવાનો તેમજ વાંસદા અને ચીખલી વિધાનસભાનાં ધારાસભ્ય શ્રી અનંતભાઇ પટેલની અધ્યક્ષતામાં આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ઉનાઇ, સિણધઇ, ચઢાવ તથા આજુબાજુના ગામના આગેવાનોએ પોતાની જમીન સરકારને રેલ્વે પરિયોજના માટે ન આપવાનો નિર્ણય કર્યો હતો. તેમાં ઉપસ્થિત બધા જ લોકો એ એવો સંકલ્પ લીધો હતો કે, જીવ આપીશું પરંતુ જમીન નહિ
રિપોર્ટર ભરતભાઈ પટેલ