શ્રી જહુ માતાજી શ્વાન સેવા સદનમા રોટલી ઘડવાની સેવા આપતી *651* બહેનોની નિસ્વાર્થ સેવા બદલ તેમને
માતાજીની સાડી તથા સ્મુર્તિ ભેટ આગામી રવિવારે તા. 20/10/24 રાત્રે 8:15 કલાકે
શ્રી જહુ માતાજી મંદિર ખાતે અર્પણ કરવામાં આવશે.
જેમાં સર્વે બહેનો એ પોતાનું *રોટલાઘર કાર્ડ* સાથે રાખી અચૂક હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.
અત્રે વિશેષ ઉલ્લેખનીય છે કે,
ઊંઝા તથા આજુબાજુના વિસ્તારોમાં ફરતા કુતરાઓ માટે ખવડાવવા કેટલાય વર્ષોથી એકધારા હાલ 3600 નંગ રોટલા બનાવવામાં આવે છે.
આ સિવાય જીવદયા ને લગતી અનેક પ્રવૃત્તિઓ માટે શ્રી જહુ માતા સેવક પરિવાર દેશભરમાં પ્રખ્યાત થઇ ચુક્યું છે.
અબોલ સેવા અનમોલનું સૂત્ર લઇ કાર્ય કરવામાં માનનારા આ સેવકોએ ઇન્ડિયા બુક, લિમ્કા બુક અને એશિયા બુકમાં પણ આ સેવાકીય પ્રવૃત્તિઓ બદલ સ્થાન મેળવ્યુ છે.
લાંબા સમયથી શ્રી વિપુલભાઈ બારોટ માતાજીની ઉપાસના-સેવા અને અનિલભાઈ બારોટ રોટલાઘર પ્રમુખની જવાબદારી હાલ ખુબ સારી રીતે સાચવી રહ્યા છે.
અરવિંદભાઈ બારોટને શ્રી જહુ માતાજીએ સ્વપ્નમાં આપેલ આ સેવાકીય આદેશનું પાલન કરવામાં જીવનભર ખુબ સંઘર્ષ કર્યો હતો, જે સેવાઓ તેમના સ્વર્ગવાસ પછી આજે શ્રી જહુ માતાજી સેવક પરિવારે ખુબ કાળજીપૂર્વક કાર્યભાર આગળ વધારીને એક મહાન વટવૃક્ષ સમાન બનાવી દીઘી છે.
આખા ઊંઝા માટે ગૌરવરૂપ આ સેવકોની સેવાએ જાણે-અજાણે પણ અત્યાર સુધીમાં લાખો નિર્દોષ પશુ-પક્ષીઓને પીડા ઓછી કરવામાં કે મોતના મોઢામાંથી બચાવવામાં નિમિત્ત બન્યા છે.
લાખો મુંગા જીવોના આશીર્વાદ સદાય તેમની સાથે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર