સુરતઃ આગામી ૨૫ ઓક્ટોબરે યોજાનારી મનપાની સામાન્ય સભાની પ્રશ્નોત્તરીમાં પ્રશ્નનો સમાવેશ કરવા ગયેલ વિપક્ષના મહિલા સભ્ય શોભનાબેન કેવડિયાને મેયરે ધમકીભર્યા સ્વરે ‘તમારા પ્રશ્નો સામેલ કરાશે નહીં ફક્ત અમારા જ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવશે.’ તેવી ટકોર કરી હોવાના આક્ષેપ સાથે આજે વિપક્ષના તમામ કોર્પોરેટરોએ મેયરને આવેદનપત્ર આપ્યું હતું તથા મેયર કોઈ પક્ષના નહીં પરંતુ સમગ્ર શહેરના હોય છે, તેવી ટીપ્પણી સાથે મેયરને વિપક્ષના બંધારણીય હકનું રક્ષણ કરવા તથા લોકશાહીના મુલ્યનું હનન બંધ કરવા રજૂઆત કરી હતી.વિપક્ષી સભ્યોએ મેયરને આવેદનપત્ર આપતા પૂર્વે મેયર ઓફિસની બહાર જ નીચે બેસીને રામધૂન પણ કર્યો હતો. વિપક્ષ દ્વારા સપ્ટેમ્બર ૨૦૨૪ની સભામાં પણ મેયર તરફથી સભા સંચાલનમાં વિપક્ષ પ્રત્યે ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.
Author: Ashok kumar Jiyani
Co editor in chief