April 4, 2025 11:03 pm

આજે સંકટ ચોથ નિમિત્તે શ્રી ઐઠોરા ગણેશના દર્શનાર્થે ભક્તોની અપાર ભીડ.

 

 

આજે 20-10-24 રવિવાર,આસો વદ ચોથ,સંકટ ચતુર્થી,ચંદ્રોદય રાત્રે 8:25

(કરવા ચોથ-કર્ક ચતુર્થી ) નિમિતે ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત યાત્રાધામ ઐઠોરમાં દર્શનાર્થીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો.

દર મહિનાની જેમ આ વખતે પણ સંસ્થા તરફથી ચા-પાણી અને ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી હતી.

સેવકો પણ સારી રીતે દર્શનાર્થી -ભક્તોની વ્યવસ્થા સાચવતા હોય છે.

આવી દરેક સંકટ ચોથમા દેશના ખૂણે ખૂણેથી મોટા પ્રમાણમાં દાદાના ભક્તો દર્શન હેતુ પધારતા હોય છે.

પગપાળા સંઘ વાળા ભક્તો દાદાના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે.

હિન્દુ સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય શ્રી ગણપતિ દાદા સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે.

અહેવાલ :- આશિષ પટેલ, ઐઠોર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें