ડાંગ જિલ્લાના સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં દુકાનદાર દ્વારા ગ્રાહકોને એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ પધરાવવામાં આવતી હતી. જેમાં એક ગ્રાહક આ દુકાન પર આઈસ્ક્રીમ લેવા માટે ગયો હતો. દુકાનદારે એક્સપાયર ડેટની આઈસ્ક્રીમ આપતા
હોબાળો મચી ગયો હતો. જે બાદ જાગૃત નાગરિકો દ્વારા પુરવઠા વિભાગ સહિત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં અધિકારીઓ દ્વારા દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે દુકાન પર પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનમાં વેચાણ માટે મૂકવામાં આવેલી મીઠાઈ અને આઈસ્ક્રીમના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.
રિપોર્ટર : સંદીપ ચૌધરી ડાંગ