ડાંગ: ૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા ૨૦૨૪ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે. જે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ વિવિધ જગ્યાએ સ્વચ્છતા અભિયાન કરવામાં આવી રહ્યું છે.
ત્યારે ડાંગ જિલ્લાના બારીપાડા ગામે સ્વચ્છતા હી સેવાની મુહીમ ગ્રામજનો દ્વારા ઉપાડવામાં આવી છે. ગામમાં આવેલી ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા, મંદિર, જાહેર રસ્તો અને શેરીઓ સ્વચ્છ કરવાની મુહીમ ગ્રામજનો દ્વારા ઉપાડવામાં આવી છે. ગામને સ્વચ્છ બનાવી રોગોથી મુક્ત રહેવાની પહેલ કરતા જોવા મળી રહ્યા છે.
સંતોષ ભુસારા (ગ્રામજન)એ જણાવ્યું હતું કે આજરોજ મહિલા મંડળ તેમજ યુવાનો ભેગા મળીને ગ્રુપ ગ્રામ પંચાયત બારીપાડાની સાફ સફાઈ કાર્યક્રમ હાથ ધર્યો હતો. જેમાં સ્કૂલ, શાળા, માર્ગો, મંદિરો વગેરે સફાઈનું આયોજન કર્યું હતું. અને “સ્વચ્છતા હિ સેવા” ના કાર્યક્રમનો ઝુંબેશ ઉઠાવ્યો છે.
રિપોર્ટર : સંદીપ ચૌધરી ડાંગ