ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ૧ ધોરીમાર્ગનાં સાપુતારા હું ઘાટમાર્ગમાં કારચાલકે રોંગ 1 સાઈડમાં ઘુસી ઓવરટેક કરવાની લ્હાયમાં કારને એસટી – બસ સાથે અથડાવી દેતા ન અકસ્માત સર્જાયો હતો. – સાપુતારા—બીલીમોરા એસટી 1 બસ (નં. જીજે-18-ઝેડ-9248) ન શનિવારે જે નિત્યક્રમ મુજબ સાપુતારાથી બીલીમોરા જવા માટે નીકળી હતી. તે દરમિયાન સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં કાર જીજે-23-બીએચ-9010 ના ચાલકે કારને રોંગ સાઈડમાં હંકારી લાવી એસટી બસનાં ચાલક સાઈડમાં અથડાવી દેતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં એસટી બસ અને કારને મોટુ નુકસાન થયું હતું. જ્યારે આ બનાવમાં કોઈને પણ ઈજા ન થતા મોટી દુર્ઘટના ટળી હતી.
Author: Ashok kumar Jiyani
Co editor in chief